દસ વર્ષના સાવકા દીકરાનું ઉદ્ધત વર્તન કેવી રીતે સુધારવું એ સમજાતું નથી

મારી ઉંમર ૩૫ વર્ષ છે. મારા પતિને તેમના પહેલાં લગ્નથી એક દીકરો છે. તે જ્યારે સાત વર્ષનો હતો ત્યારે અમારાં લગ્ન થયેલાં.

depress


સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મારી ઉંમર ૩૫ વર્ષ છે. મારા પતિને તેમના પહેલાં લગ્નથી એક દીકરો છે. તે જ્યારે સાત વર્ષનો હતો ત્યારે અમારાં લગ્ન થયેલાં. એ વખતે મારું અને તેનું ટ્યુનિંગ બહુ સારું હતું. ત્રણ વર્ષ પહેલાં અમારાં લગ્ન થયાં. લગ્ન પછી અમે સાથે રહેવા લાગ્યાં એ પછીથી દીકરાના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો. કદાચ તે હવે સમજણો થયો છે અને હું તેની રિયલ મમ્મી નથી એવું લાગતું હશે. તેને ભણવા બાબતે કે રમતી વખતે ધ્યાન રાખવા બાબતે હું તેને ટોકું તો તરત તેનું મોં ચડી જાય. સીધા મોંએ જવાબ ન આપે. તે ખોટી જીદ કરતો હોય અને હું કહું કે આવું ન કરાય ત્યારે ચોખ્ખું મોં પર કહી દે કે હું મારા પપ્પા સાથે વાત કરી રહ્યો છું, તમારી સાથે નહીં. આવી ઉદ્ધતાઈ ન થવી જોઈએ એવું જ્યારે તેના પપ્પા તેને કહે તો કહેવા લાગે કે તમે પણ મારા પપ્પા નથી રહ્યા. તેની સાથે ડીલ કઈ રીતે કરવું એ સમજાતું નથી. હમણાં મેં એક દીકરીને જન્મ આપ્યો છે અને તે હજી માંડ નવ મહિનાની છે. તેના ઉદ્ધત વર્તનને કારણે હું પણ ત્રાસી છું. હું તેના ભલા માટે કહું છું એ પણ તેને ન સમજાતું હોય તો શું કરવું? મારાં પતિ કહે છે કે તેને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દઈએ જેથી તેનું અને મારું ઘર્ષણ ન થાય, પણ સાસુ-સાસરિયાં એમાં નથી માનતાં. તેમનું કહેવું છે કે દીકરો ખમાતો ન હોય તો અમારે ત્યાં મોકલી આપો. બહેન, હું તેને સાવકો દીકરો નથી માનતી, પણ તેનું વર્તન કેવી રીતે સુધારવું એ સમજાતું નથી. 

જવાબ : દસ વર્ષનો દીકરો કંઈક ખોટું કરતો હોય તો તેને ટોકવો જ પડે. જો તે ઉદ્ધતાઈ દાખવતો હોય તો તેને અટકાવવો જ જોઈએ, પણ તમારા કિસ્સામાં પરિસ્થિતિ ખૂબ નજાકતભરી છે. જ્યારે ઇમોશનલ નાતો ઓછો મજબૂત હોય ત્યારે વધુ તકલીફ થાય.

આખી સ્થિતિને દીકરાના દૃષ્ટિકોણથી સમજશો તો ગુસ્સો ઓછો અને અનુકંપા વધુ થશે. તમારાં લગ્ન પહેલાં તેના પપ્પાનો બધો જ સમય તેનો હતો. હવે તેના પપ્પાના સમયમાં તમે ભાગ પડાવવા આવ્યાં. સામાન્ય રીતે પોતાના જણ્યા બાળક સાથે કુદરતી રીતે જ મા-બાપનો નાતો ગાઢ હોય છે, પણ જ્યારે મા-દીકરાનો સંબંધ બાંધવાનો હોય ત્યારે વધુ સમય, વધુ કાળજી, વધુ પ્રેમ અને વધુ હૂંફ દ્વારા સંબંધને ગહેરો બનાવવો પડે છે. જોકે આ સમયગાળા દરમ્યાન તમે દીકરા સાથે ઇમોશનલ બૉન્ડિંગ કેળવી લીધું હોત તો આ સમસ્યા જ ન આવત એવું નથી, ઘરમાં બીજું બાળક આવે ત્યારે પહેલા બાળકને ઓછું અટેન્શન મળે અને એટલે પણ તેના ટૅન્ટ્રમ્સ શરૂ થઈ જાય. એમાં અધૂરામાં પૂÊરું હવે તે બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થામાં જઈ રહ્યો છે. આ પિરિયડમાં તેને પૂરતું અટેન્શન ન મળે તો ખૂબ એકલવાયાપણું મહેસૂસ થઈ શકે છે.

મને લાગે છે આવા સંજોગોમાં તેને ઘરથી દૂર કરી દેવાનો વિચાર યોગ્ય નથી. એમ કરવાથી તે વધુ એકલવાયું અનુભવશે અને તમારા પ્રત્યે વધુ નકારાત્મક લાગણી અનુભવશે. તેના વર્તનથી તમને હર્ટ થતું હોય તો જસ્ટ એ વિચારો કે ધારો કે તમારો પોતાનો દીકરો તમારી સાથે આ રીતે બિહેવ કરતો હોય તો તમે શું કરો? બસ, એ જ તમારે તેની સાથે કરવાની જરૂર છે. 

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio