સાઉથ ઇન્ડિયન ચવાણું

એક બોલમાં ચણાના લોટમાં મીઠું, મરચાનો પાઉડર, હળદર અને પાણી નાખીને લોટ બાંધવો

chawanu

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    અડધો કપ બેસન બૂંદી માટે

+    અડધો કપ બેસન સેવ માટે

+    ૧ કપ ચણાની દાળ તળેલી

+    અડધો કપ લીમડો

+    અડધો કપ સિંગદાણા

+    ૧ ટેબલ-સ્પૂન મીઠું

+    ૧ ટેબલ-સ્પૂન લાલ મરચાનો પાઉડર

+    અડધી ચમચી હળદર

+    તેલ તળવા માટે

રીત

૧. એક બોલમાં ચણાના લોટમાં મીઠું, મરચાનો પાઉડર, હળદર અને પાણી નાખીને લોટ બાંધવો (થોડો લૂઝ અથવા ઢીલો રાખવો)

૨. સેવના સંચામાં લોટ ભરીને સેવ બનાવી લેવી.

૩. એમ લોટને થોડો ઢીલો કરીને એમાંથી બૂંદીના ઝારા પર રેડીને બૂંદી બનાવી લેવી. (ભજિયા-સ્ટાઇલ લોટને ઢીલો રાખવો).

૪. અન્ય સામગ્રીને વારાફરતી તેલમાં તળીને એક બોલમાં મિક્સ કરી લેવું, ઠંડું કરીને ઍરટાઇટ ડબ્બામાં ભરી રાખવું.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio