હેં! ભગવાન થીમવાળાં અનોખાં લગ્ન

દુલ્હો વિષ્ણુ અને દુલ્હન લક્ષ્મીના અવતારમાં

 

god theme wedding


ડેસ્ટિનેશન અને થીમ વેડિંગ એ હવે નવો ટ્રેન્ડ થઈ ગયો છે, પરંતુ આંધ્ર પ્રદેશમાં થોડા દિવસ પહેલાં જે થીમ વેડિંગ યોજાયાં એવાં કદાચ આ પહેલાં કદી કોઈએ નહીં જોયાં હોય. લગ્નની થીમ હતી ગૉડ. અહીં બધા જ ભગવાનના રૂપમાં હતા. દુલ્હો વિષ્ણુના અવતારમાં, દુલ્હન લક્ષ્મીના અવતારમાં અને દુલ્હા-દુલ્હનનાં મમ્મી-પપ્પા પણ દેવી-દેવતાના અવતારમાં. એટલું જ નહીં, લગ્નમાં હાજર રહેનારા તમામ જાનૈયાઓ અને મહેમાનો પણ દેવી-દેવતાઓની વેશભૂષામાં જ સજ્જ હતા. જાણે સ્વર્ગમાં આ જોડી બની રહી હોય એવું લાગતું હતું. આવી હટકે થીમ પસંદ કરવા પાછળનું ભેજું હતું કન્યાના પિતા શ્રીધર સ્વામીનું. તેમનું કહેવું હતું કે ‘કન્યા લક્ષ્મીસ્વરૂપ ગણાય છે અને જ્યારે દીકરીનાં લગ્ન થાય ત્યારે કન્યાદાન વખતે કન્યા લક્ષ્મીસ્વરૂપ મનાય છે. જો દીકરી લક્ષ્મીસ્વરૂપ હોય તો દુલ્હો વિષ્ણુસ્વરૂપ હોવો જોઈએ.’ કન્યાના પિતાના આ વિચારો સૌને ગમી ગયા અને માત્ર દુલ્હો-દુલ્હન જ નહીં, બધા જ દેવી-દેવતા બનીને આવ્યા.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio