કથા-સપ્તાહ - રાતરાણી (મૈં કૌન હૂં... : 3)

કોલાબાના ક્લાયન્ટના બંગલે જઈ રહેલી અનામિકાએ ગતખંડની કડી સાધી:

 

kareena

 

અન્ય ભાગ વાંચો

1  |  2  | 3€ € €

પહેલી રાતે, ગેસ્ટહાઉસની ગંધાતી ઓરડીમાં ઘટતું કામ પતાવીને શેઠિયો ઘોરવા માંડ્યો કે અનામિકાની જ્વાળા ધગધગી હતી : જે ધાર્યું છે એ હું કરીને રહેવાની...

પણ એ ખેલની શરૂઆત માંડતાં પહેલાં મારે પૂરતા સજ્જ થવું પડશે, સધ્ધર થવું પડશે... મારે રેડલાઇટ એરિયાની બાઈ બનીને નથી રહેવું, તેની પહોંચ કેટલી? મારે તો હાઈ-પ્રોફાઇલ એસ્ર્કોટ બનીને હાહાકાર મચાવવો છે...

અને અનામિકા ઘડાતી ગઈ અને એટલો જ તેની અંદરનો લાવા લાલચોળ બનતો ગયો.

કાયાના કસબમાં તે માહેર થવા માંડી. ગેસ્ટહાઉસથી હોટેલ, હોટેલથી રિસૉર્ટ ને રિસૉર્ટથી પ્રાઇવેટ હાઉસની ‘પ્રગતિ’ સડસડાટ આંકતી ગઈ. ત્યાં સુધી કે વરસમાં તો તેણે વરલી ખાતે પોતાનો ફ્લૅટ ખરીદી લીધો!

પણ આ સફરમાં તે પળવાર માટે પોતાનો મકસદ ભૂલી નહોતી... અસંખ્ય પુરુષોમાં કેટલાક એવા પણ હતા જેમની મર્દાનગી આહ બોલાવી દે, પણ અનામિકાને કશું જ સ્પર્શતું નહીં. શિવદાસાણી કે ચમેલીબાઈ જેવાથી તે જોજનો દૂર નીકળી આવેલી.

‘વિલ યુ અકમ્પની મી ધીસ વીક-એન્ડ?’

છેવટે વરસેક અગાઉ જાણીતી કંપનીના વાઇસ-પ્રેસિડન્ટે અનામિકાનો સંપર્ક કરીને પ્રસ્તાવ મૂક્યો ને અનામિકાને થયું, રિવેન્જની શરૂઆત હવે માંડી દેવી જોઈએ!

‘હાય, માયસેલ્ફ અભિજિત મિશ્રા.’

લોનાવલાના તેના વીક-એન્ડ હાઉસમાં પોતાને આવકારતો ચાલીસેક વરસનો પુરુષ વેલ-બિલ્ટ લાગ્યો. ના, તે સુદૃઢ શરીરવાળો હોવાની જાણ હતી અનામિકાને. બીજું પણ ઘણું જાણતી હતી તે : અભિજિતને ટેબલટેનિસનો શોખ છે, કંપનીની ઍસેટ ગણાતા અભિજિતના સંસારમાં પત્ની અને એક બાળકી છે, જેઓ હાલ મસૂરી-પત્નીના પિયર ગયાં છે... સતત કામમાં રચ્યા આદમીની કામવાસના એસ્ર્કોટ તેડાવવા જેટલી પ્રબળ હોવાનું કોઈ ધારે નહીં, પણ આજે તમામ ભ્રમ તરડાઈ જવાના!

‘કમઑન ઇન...’

શૉર્ટ મિડીમાં અત્યંત હૉટ દેખાતી અનામિકાનો હાથ પકડીને અભિજિતે તેને દોરી - યુ લુક પ્રિટી!

‘આઇ નો ધૅટ...’ સોફામાં બેસતી અનામિકા કોરા વાળની લટને સમારીને ગુરૂરભર્યું મલકી.

‘બટ વૉટ આઇ પ્રિડિક્ટ ઇઝ...’ તેના પડખે ગોઠવાઈને અભિજિતે આંખોથી અટકચાળો કરી લીધો, ‘કપડાં વિના તું વધુ સુંદર દેખાતી હોઈશ.’

પુરુષે તેની ઇચ્છા જતાવી દીધી.... પણ અનામિકાને ઉતાવળ નહોતી. અનુભવીની અદાથી તે પુરુષની ઉત્તેજના ભડકાવી રહી. અભિજિત માટે હવે સંયમ રાખવો અઘરો હતો.

‘કૅચ મી, ઇફ યુ કૅન.’ તેને પડકારતી અનામિકા ભાગી. તદ્દન દેશી ગાળ બોલીને અભિજિત તેની પાછળ ભાગ્યો. રૂમમાં ધમાચકડી મચી ગઈ.

‘અભિજિત... અભિજિત...’

ઘણી વારે અભિજિતને ખ્યાલ આવ્યો કે રૂમમાં અનામિકાના રણકતા હાસ્ય ઉપરાંતનો સ્ત્રીસ્વર પણ ગૂંજી રહ્યો છે! તેણે આમતેમ નજર દોડાવી.

અનામિકા પણ થંભી ગઈ. શાંતિ છવાતાં તીણો સ્વર સ્પષ્ટ સંભળાયો : અભિજિત, આ બધું શું છે?

હેં! અભિજિતના કપાળે પ્રસ્વેદ ફૂટી નીકળ્યો, ઉઘાડા બદનમાંથી વાસના નિચોવાઈ ગઈ. આ તો... આ તો મારી વાઇફ સુગંધાનો અવાજ! તે છે ક્યાં? રઘવાટમાં તેને સૂઝતું નહોતું.

‘પેલાં રહ્યાં...’ કાતિલ મુસ્કાન સાથે અનામિકાએ આંગળી ચીંધી ને અભિજિતનાં નેત્રો પહોળાં થયાં.

સામેના ડ્રેસિંગ-ટેબલ પર પોતાનો મોબાઇલ હતો. એમાં સુગંધાને જોડાયેલા વિડિયોકૉલમાં અહીંની રાસલીલા નજરે જોઈને તે ચિલ્લાતી હતી : આ બધું શું છે?

‘જવાબ હું આપું છું સુગંધાજી.’ અનામિકા સ્વસ્થપણે બોલી, ‘હું એક એસ્ર્કોટ છું ને તમારા પતિએ હજારો રૂપિયા ચૂકવીને એક રાત માટે મને નિમંત્રી છે.’

‘હેય સ્ટૉપ ઇટ...’ અભિજિતે મોબાઇલ ખૂંચવીને પછાડ્યો, પણ એથી થયેલું નુકસાન ભરાઈ જવાનું નહોતું!

‘યુ...’ તેને શબ્દો ન સૂઝ્યા. પોતે બેધ્યાનીમાં રહ્યો એમાં જાણે આ છોકરીએ ક્યારે મારો મોબાઇલ કબજે કરીને સુગંધાને વિડિયોકૉલ જોડ્યો હશે... સુગંધા ન જાણવાનું જાણી ગઈ! અરેરેરે...

‘હું તને તારી રાત્રિની પૂરી કિંમત ચૂકવવાનો હતો. તેં મારી સાથે આવું કેમ કર્યું?’

‘એક સ્ત્રીની કિંમત તમને હોત અભિજિત તો પત્નીની ગેરહાજરીમાં તમે એસ્ર્કોટ તેડાવી ન હોત... બાકી તમારી સાથે અંગત વેર નથી. એક પુરુષે મને છેહ દીધો એનો બદલો હું મારા ગ્રાહકો પાસે વસૂલવાની, એનો શુભારંભ આજથી થઈ ગયો માની લો.’

કહીને પોતે સડસડાટ ત્યાંથી નીકળી આવી હતી. અંતરની જ્વાળા જરાતરા ઠરી હતી કે પછી પ્રથમ સફળતાએ વેરની ભૂખ બમણા જોશથી પ્રજ્વલિત થઈ હતી?

એ જે હોય એ, હકીકત એ છે કે પાછલા વરસમાં પોતે કંઈકેટલા પુરુષ ગ્રાહકોની આબરૂ ઉતારી ચૂકી છે!

ના, દરેક ગ્રાહક પરણેલો નહોતો. વીસ-બાવીસના છોકરડાથી પંચાવનથી ૬૦ના વડીલ સુધીના કસ્ટમર્સમાં કોઈ સ્ટુડન્ટ હતું, કોઈ નિવૃત્ત, કોઈ પરિણીત તો કોઈ કુંવારો યા વિધુર. એટલે દર વખતે વાઇફને કૉલ કરવાનો નુસખો નિભાવવો શક્ય પણ નહોતો. પણ એમ તો નુસખાની ક્યાં કમી હતી!

જેમ કે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ વિfવાસનાં કરતૂત તેના પ્રિન્સિપાલને પોતે લાઇવ દેખાડ્યાં હતાં, વિધુર હરજીવનભાઈનો આવેગ ફિલ્મ ઊતરતી જોઈને ઊતરી ગયેલો તો વેપારી અસલમ મિયાંના બિઝનેસ-ગ્રુપમાં કૉન્ફરન્સ કૉલ જોડીને બિચારાની બજારમાં આબરૂ રહેવા ન દીધી...

ક્લાયન્ટને મળતાં પહેલાં અનામિકા ઝીણી-ઝીણી વિગતો એકઠી કરતી. તેનું હોમવર્ક પર્ફેક્ટ રહેતું, પણ એમાં સમય લાગતો ને એટલે જ મર્યાદિત ગ્રાહકો લઈ શકતી. જોકે એની પરવા કોને હોય? હા, ગુજરબસર કરવા પૂરતી કેટલીક રાત તે સામાન્યપણે વિતાવતી. બાકી તો ગ્રાહકના વતુર્ળરમાં તેની શરીફાઈનો મુખવટો ચીરવાનો જ મકસદ રહેતો. બેશક, પરસ્ત્રીગમનનો નશો પોલીસનો દરોડો પણ ઉતારી શકે, પરંતુ મોટા ભાગે રુશવતથી એ મૅનેજ થઈ શકે. એમાં વેશ્યાએ પણ સહન કરવાનું થાય, જ્યારે મારો ઘા તો મર્મસ્થાને રહેવાનો. વાસના સંતોષવા બહાવરા બનેલા પુરુષને વેશ્યાના રૂપમાં ઘાયલ નાગણ આવી હોવાની કલ્પના પણ કેમ હોય!

છીંડે ચડેલા ચોરનું પછી જે થવાનું હોય એ થાય. પાછું વળી જોવાની ટેવ પણ અનામિકાએ રાખી નહોતી. તેનું ફોકસ તો નવા શિકાર પર જ રહેતું. ક્યારેક થતું કે દુનિયાની દરેક વેશ્યા આ જ ધ્યેય રાખે તો કોઈ કામાંધ પુરુષ અછતો ન રહે ને પછી કદાચ સ્ત્રીને વેશ્યા બનાવવાની તેને જ હામ પણ નહીં રહે! એટલી ખાતરી ખરી કે ઘા ખાઈ ચૂકેલા ફરી પરસ્ત્રીગમન કરવાની હિમાકત તો નહીં જ કરે. વેશ્યાના નામે તેમને ફાળ પડતી હોય તો નવાઈ નહીં... આમાં ખરા અપરાધીને છોડીને નિર્દોષને દંડવાની વાત નથી. મારા માટે રૂપજીવિની પાસે જનારો પ્રત્યેક પુરુષ આસ્તિક છે.

જાણું છું કે આમાંનો દરેક પુરુષ મને મારી નાખવા જેવું ખુન્નસ અનુભવતો હશે. સાથે એ પણ ખરું કે પહેલાં તો પોતાની બગડેલી છાપ, સંસાર મઠારવામાં પડેલાને વેરની ફુરસદ પણ હોવી જોઈએને! મારી બદનામી પણ કયા મોઢે કરે, તે ખુદ ખરડાય! જુઓ આસ્તિક, તમારી એક રાત્રિએ કેટલાયની જિંદગીમાં ઝંઝાવાત આણી દીધો છે!

- આમાં આજે વારો છે કોલાબાના ધારાશાસ્ત્રી આનંદમૂર્તિનો!

ચાલીસીમાં પ્રવેશેલો આનંદમૂર્તિ ક્રિમિનલ લૉયર છે. પ્રૅક્ટિસનાં થોડાં વરસોમાં કોલાબામાં બંગલો ખરીદનારની કમાણી અઢળક જ હોવાની. તેનો દીકરો બોર્ડિંગ સ્કૂલમાં ભણે છે, જ્યારે વાઇફ અનેક મંડળોમાં ઍક્ટિવ મેમ્બર છે. પતિ-પત્નીમાં એટીકેટ ભારોભાર છે. બંગાળી પત્ની સુજાતા દુર્ગાપૂજા માટે કલકત્તા ગઈ છે. એનો લાભ લઈને માનનીય વકીલસાહેબે મને તેડાવી છે, પણ બિચારો જાણતો નથી કે હું ઑલરેડી મિસિસ આનંદમૂર્તિને આગોતરી જાણ કરીને મુંબઈ દોડી આવવાનું કારણ આપી ચૂકી છું!

‘નમસ્કાર સુજાતાદેવી...’ મહિલામંડળમાંથી તેમનો નંબર મેળવીને પોતે શુભચિંતક તરીકે મોઘમ કહ્યું હતું : તમારા પતિ બદચલન છે, તમારી ગેરહાજરીમાં વેશ્યાને તેડાવે છે એની ખાતરી કરવી હોય તો આજે રાત્રે અણચિંતવ્યા મુંબઈ આવી પહોંચો. બાકી આરોપીને ચેતવી દેશો તો તે કોઈ પુરાવો રહેવા નહીં દે એ તો લૉયરનાં પત્ની તરીકે તમે જાણતાં જ હશો...

એટલું જ નહીં, સાંજની કલકત્તા-મુંબઈ ફ્લાઇટની જાણકારી પણ વિના પૂછ્યે ફંગોળી હતી... અને ઘરેથી નીકળતાં અગાઉ ખાતરી પણ કરી હતી કે તે પ્લેનમાં ઊડીને આવી રહી છે!

મિસ્ટર આનંદમૂર્તિ, તમે તો ગયા!

€ € €

રાતના પોણાબાર. સમાગમ માટે વ્યાકુળ બનેલા વકીલને ટટળાવતી અનામિકાના કપાળે કરચલી ઊપસીને અદૃશ્ય થઈ : અત્યાર સુધીમાં તો સુજાતા પહોંચી જવી જોઈતી’તી... પત્ની પતિદેવને રંગેહાથ ઝડપી શકે એ માટે તો પોતે બારણે આગળો પણ માર્યો‍ નથી! મુખ્ય લૉકની બીજી ચાવી પત્ની પાસે હોય એ સ્વાભાવિક છે... તે ન આવે તો-તો ફિયાસ્કો થઈ

જાય! ત્યાં...

‘આઇ વૉન્ટ લીવ યુ!’ વસ્ત્રહીન થઈ ચૂકેલો આનંદમૂર્તિ અનામિકાનો ગાઉન ફાડવા જાય છે કે...

ધડાધડ ફ્લૅશ થવા માંડી. ઝબકારા એટલા તીવþ હતા કે આનંદમૂર્તિ-અનામિકાએ આંખે હાથ આડો કરી દેવો પડ્યો.

‘યુ બોથ પ્લીઝ કૅરી ઑન!’ હાથમાં મોબાઇલ પકડીને શૂટ કરતી સ્ત્રીનો સત્તાવાહક સ્વર સંભળાયો, ‘ટીમ, એક પણ શૉટ ચુકાય નહીં.’

નો! અવાજની ઓળખે આનંદમૂર્તિની છાતીમાં ચીરો પડ્યો : સુ...જા...તા!

અનામિકાને પણ ખ્યાલ આવ્યો : આખરે મિસિસ આનંદમૂર્તિ આવી

પહોંચ્યાં! અને દસ-બાર મહિલાઓની ગૅન્ગ લઈને આવ્યાં!

પોતે આટઆટલી નારીઓ સમક્ષ નિરાવૃત ઊભો હોવાના અણસારે વકીલની કામના શોષાઈ ગઈ, ઝાપટ મારી ચાદર ખેંચી કમરે વીંટાળી, ‘સ્ટૉપ ઇટ પ્લી...ઝ...’ બિચારો રડવા જેવો થઈ ગયો.

‘સ્ટૉપ...’ સુજાતાના રણકાએ કૅમેરાના ઝબકારા બંધ થયા, શાંતિ છવાઈ ગઈ.

‘માનનીય વકીલસાહેબ...’ ખતરનાક અંદાજમાં પતિની નજીક જઈને સુજાતાએ તેના માથાના વાળ પકડ્યા, ખેંચ્યા, ‘આમ કરગરીને તમારી મર્દાનગીનું અપમાન ન કરો. હું પૂરતી નહોતી એટલે તમે વેશ્યા પાસે ગયા તો જુઓ. હું તો મહિલાઓનું ઝુંડ લાવી છું, એ પણ ઓછી પડશે?’

વકીલને કાપો તો લોહી ન નીકળે.

‘ખેર, તમારા બહુમાન માટે પૂરતી વ્યવસ્થા છે.’ તેના ઇશારે ચારેક બાઈઓએ આગળ આવી વકીલના હાથપગ પકડીને ટીંગાટોળી કરી. ‘બંગલાના પ્રાંગણમાં

ગધેડો ઊભો છે. મારા સુ-વરની યાત્રા કાઢવી છે આજે.’

‘નો....’ વકીલ ધ્રૂજી ઊઠ્યો.

‘ડોન્ટ વરી, મેશથી મોં કાળું નથી કરવાના. આખરે લોકોને ચહેરો ઓળખાવો પણ જોઈએને!’

‘શાબાશ...’ અનામિકા બોલી ઊઠી.

હવે તેની હાજરી સાંભરતી હોય એમ સુજાતા તેના તરફ વળી, નજીક પહોંચીને તમાચો વીંઝ્યો, પણ અનામિકા બેધ્યાન નહોતી. અધવચાળ તેનો હાથ થામી કરડાકી દાખવી : ‘તમારી શુભચિંતક સાથે પણ આમ જ વર્તશો?’

હેં. સુજાતા ચમકી. રૂમની બહાર ટીંગાટોળી લઈ જવાતો આનંદમૂર્તિ પણ ચોંકી ગયો. વાઇફ અણધારી આવી ચડવાનું રહસ્ય હવે સમજાયું. પણ અનામિકા શું કામ આવું કરે?

‘એ કથા લાંબી છે બહેન, પુરુષોને ઉઘાડા પાડવાનું મારું મિશન છે એમ માની લે, પણ હાલ તો ગધેડાયાત્રાનું મુરત સાચવી લે.’

અને ખરેખર એ રાત્રે આનંદમૂર્તિને ગધેડે બેસાડીને જુલૂસ કઢાયું, બદચલન પતિની હાય-હાયના નારા લગાવાયા ને તમાશાને તેડું ન હોય એમ કોલાબાના મુખ્ય ચાર રસ્તા સુધીની રૅલી સેંકડો લોકોએ નિહાળી. જોતજોતામાં એનો વિડિયો વાઇરલ થયો.

આનો છેડો પોતાના ભૂતકાળ સુધી લંબાવાનો એની અનામિકાને ત્યારે ક્યાં જાણ હતી?

(ક્રમશ:)

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio