જીઓના ટૅરિફ-પ્લાન કોઈ આદેશનું ઉલ્લંઘન કરતા નથી : નિયમનકાર

રિલાયન્સ જીઓ નિ:શુલ્ક સર્વિસ આપીને સ્પર્ધાને કચડી રહી છે એવી સ્પર્ધકોની ફરિયાદનો ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ અસ્વીકાર કર્યો છે.

અરુણ જેટલીને નાણાપ્રધાન તરીકે ઇતિહાસમાં અનોખું સ્થાન મળશે, પરંતુ તેમના બજેટની નોંધ નહીં લેવાય

મકાન વેચનારને પ્રોત્સાહન, પણ ખરીદનારની અવગણના: આ રીતે હાઉસિંગ સેક્ટરનો ગ્રોથ ન થાય મિસ્ટર જેટલી

માલ્યાએ પોતાને કર્યો નિર્દોષ સાબિત, મીડિયા પર આકરી ટીકા

સંકટનો સામના કરી રહેલા દારૂ કારોબારી વિજય માલ્યાએ કિંગફિશર એરલાીન્સ મામલામાં કથિત ધનના દુરૂપયોગ મામલામાં પોતાને નિર્દોષ સાબિત કર્યું અને કહ્યું કે કોર્ટમાં એમના વિરૂદ્ધ કઈ નથી નીકળ્યું.

અચ્છે દિનની વાતો ઇન્ડિયામાં, જશ્ન પાકિસ્તાનમાં

કરાચી શૅરબજારનો ઇન્ડેક્સ પહેલી વાર પચાસ હજારની પાર ગયો : નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી લઈ આજ સુધીમાં સેન્સેક્સ ૨૬૫૮ પૉઇન્ટ વધ્યો, પણ પાડોશીનો ઇન્ડેક્સ તો ૨૦,૯૪૯ પૉઇન્ટની તેજીમાં : ડૉલર સામે રૂપિયાના મૂલ્યમાં ૧૬.૨ ટકાનું ધોવાણ થયું, જ્યારે પાકિસ્તાની રૂપી ડૉલર સામે માત્ર છ ટકા ડાઉન: પાકિસ્તાની કરન્સી સામે પણ રૂપિયો મોદીના રાજમાં ૧૧ ટકા ડાઉન!

વાપીમાં પ્લાસ્ટિક-ઉદ્યોગને લગતી યુનિવર્સિટી સ્થપાશે

ગુજરાતના વાપીમાં પ્લાસ્ટિક્સ રિસર્ચ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. આ યુનિવર્સિટી સંપૂર્ણપણે પેપરલેસ અને પર્યાવરણને મૈત્રીપૂર્ણ હશે. વાપીમાં આ યુનિવર્સિટી સ્થાપવામાં ગુજરાત સરકાર સહાય કરશે.

મારા નામમાં સિક્કા છે, પણ હું સિક્કા વગર રહું છું : ઇન્ફોસિસના CEO

ઇન્ફોસિસના વડા વિશાલ સિક્કાએ શબ્દો સાથેની રમત કરતાં-કરતાં નોટબંધીના પગલાનું સમર્થન કરી લીધું છે. તેમણે કંપનીના ત્રીજા ક્વૉર્ટરનાં પરિણામ જાહેર કર્યા બાદ કહ્યું હતું કે મારા નામમાં સિક્કા શબ્દ આવે છે, પરંતુ મારી પાસે રોકડ વગરનું વૉલેટ છે.

નરેન્દ્ર મોદીના અંગત ભ્રષ્ટાચાર પરથી આખરે મહેસાણા જઈને પડદો ઉઠાવ્યો રાહુલ ગાંધીએ

સહારા અને બિરલાએ નરેન્દ્ર મોદીને કરોડો રૂપિયા આપ્યા હોવાનો મહેસાણામાં આરોપ મૂક્યો રાહુલ ગાંધીએ

Joomla SEF URLs by Artio