પ્રતિબંધિત વનવિસ્તારમાં સિંહદર્શન કરવા બદલ મોરારીબાપુ વિરુદ્ધ હાઈ કોર્ટમાં અરજી

જૂનાગઢમાં ચાલી રહેલી માનસ નાગર રામકથા દરમ્યાન મોરારીબાપુએ ગીરના જંગલમાં જઈને સિંહદર્શન કર્યા જે ગેરકાયદે છે તો તેમની અને આ સંબંધિત જે કોઈ આરોપી અધિકારી છે એ સૌની સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવે એવી અરજી ગઈ કાલે પોરબંદરમાં રહેતા અને ગુજરાત હાઈ કોર્ટમાં પ્રૅક્ટિસ કરતા ઍડ્વોકેટ ભનુભાઈ ઓડેદરાએ કરી હતી.

મોદીએ જમીન પર માથું ટેકવ્યું અને વતનની માટીને લલાટે લગાવી

વડા પ્રધાન બન્યા બાદ પહેલી વાર માદરે વતન આવેલા નરેન્દ્ર મોદીએ ગઈ કાલે માતૃભૂમિ પર પગ મૂકતાં જ નીચે ઊતરીને જમીનને સ્પર્શ કરી નમન કર્યું હતું અને વતનની માટીને લલાટે લગાવી તિલક કર્યું હતું.

રાહુલ ગાંધીનો બફાટ : RSSની શાખામાં મહિલાઓને ક્યારેય શોર્ટ્સમાં જોઈ છે?

ગુજરાતના પ્રવાસે આવેલા કૉન્ગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આ સંવાદથી રાજકીય દંગલ મચ્યું : આનંદીબહેન પટેલે કહ્યું, રાહુલ ગાંધી ગુજરાતની મહિલાઓની માફી માગે

અહીંથી ઊર્જા લઈને જાઉં છું દેશના વિકાસ માટે કોઈ કમી નહીં રાખું : PM મોદી

અહીંથી ઊર્જા લઈને જાઉં છું દેશના વિકાસ માટે કોઈ કમી નહીં રાખું, વડા પ્રધાન બન્યા બાદ પહેલી વાર વતન વડનગરમાં આવેલા નરેન્દ્ર મોદીએ કહ્યું કે માતૃભૂમિના કલ્યાણ માટે જીવન લગાવતો રહ્યો છું : સાત કિલોમીટરનો ભવ્ય રોડ-શો યોજાયો, ઠેર-ઠેર ગુલાબની પાંખડીઓની વર્ષાથી કરવામાં આવ્યું સ્વાગત : વિકાસની મજાક કરતા લોકો પર કર્યા જોરદાર વાર

ગોધરાકાંડના ૧૧ આરોપીઓને હવે ફાંસી નહીં થાય, હાઈ કોર્ટે તેમની સજા ઘટાડી

અન્ય ૨૦ આરોપીઓની આજીવન કેદની સજાના તેમ જ ૬૩ આરોપીઓને છોડી મૂકવાના નીચલી કોર્ટના હુકમને કાયમ રાખ્યો

નરેન્દ્ર મોદીએ પોતાના ગામમાં બીજું શું-શું કહ્યું...

પુરાતત્વ વિભાગનું કહેવુ છે કે ભારતમાં વડનગર એકમાત્ર એવું નગર છે જે ૨૫૦૦ વર્ષથી લગાતાર એક જીવિત નગર રહ્યું છે. આ નગર કોઈ કાળમાં મૃતપ્રાય નથી થયું. પુરાતત્વ વિભાગે વડનગરની જમીનમાંથી ખોદી કાઢ્યું છે એ ભારત અને વિદેશો માટે આકર્ષણનું કારણ બન્યું છે. પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ થયું એને કારણે ખબર પડી કે અઢી હજાર વર્ષ પહેલાં વડનગર આનંદપુર તરીકે જાણીતું હતું.

Gujarat : દીકરાને તમે ફાંસી દ્યો ને કાં મને આપી દ્યો, હું મારી નાખું

નડિયાદમાં તાન્યા જોષીનું અપહરણ થઈ ગયા પછી તેની હત્યા મીત પટેલ નામના ટીનેજરે કરતાં મૅજિસ્ટ્રેટના ઘરે જઈને મીતની મમ્મીએ આવો દેકારો બોલાવી દીધો હતો

Joomla SEF URLs by Artio