મુંબઈ સેન્ટ્રલ, વિલે પાર્લે અને મુલુંડના ધડાકા કેસમાં ૧૦ આરોપી દોષી, 3ને છોડી મૂક્યા

૨૦૦૨ અને ૨૦૦૩માં થયેલા ત્રણ બૉમ્બ-બ્લાસ્ટ કેસમાં ૧૩ વર્ષ બાદ સ્પેશ્યલ પોટા કોર્ટનો ચુકાદો

નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયામાં તીનપત્તીનો જુગાર રમતા ૧૪ મેમ્બરોની ધરપકડ

જોકે વરલીની ક્લબમાં પકડાયેલા સભ્યો કહે છે કે અમે ક્લબની હરીફ ટીમના દાવપેચનો ભોગ બન્યા છીએ

ગ્રાન્ટ રોડના નાના ચોક પોલીસ સ્ટેશનની આવી ખરાબ હાલત?

ગ્રાન્ટ રોડ-ઈસ્ટના નાના ચોકમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી એક ખૂણામાં ઝૂંપડાની જેમ આ પોલીસ-ચોકી આવેલી છે. અહીંનાં છાપરાંઓ તૂટેલાં છે. પૂરી રીતે વાંકીચૂકી હવામાં ઝૂલતી આ પોલીસ-ચોકી સમથળ જગ્યાએ પણ રાખવામાં આવી નથી તેમ જ અંદર ચાર કર્મચારીઓ બેસી શકે એટલી જગ્યા પણ નથી. ગરમીની મોસમમાં આગ વરસતી હોય તો વરસાદની મોસમમાં અહીંના છાપરામાં રહેલી ફાંટોમાંથી પાણી ટપકતું હોય છે.

ભવ્ય તપની પૂર્ણાહુતિની ભવ્ય તૈયારી

૪૯૪ દિવસમાં ૪૨૩ ઉપવાસ કરનાર જૈન મુનિ હંસરત્ન વિજયજી મહારાજના ગુણરત્ન સંવત્સર તપની પૂર્ણાહુતિમાં ૪૦ હજાર ભક્તો આવવાના છે : મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર સહિત અનેક મોવડીઓ પણ સામેલ થશે : મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી ૧૦૦૦ બસની વ્યવસ્થા અને સામુદાયિક ૧૬ ઉપવાસ કરનારા ૧૯૩ તપસ્વીઓ માટે વિશિષ્ટ વ્યવસ્થા

રાહદારીઓને રસ્તો ક્રૉસ કરવા માટેનો મળી ગયો શૉર્ટકટ

ચર્ચગેટ સ્ટેશનની બહાર રસ્તાની વચ્ચે ડિવાડર રીતે લગાવવામાં આવેલી ગ્રિલની વચ્ચેથી પસાર થવાનો રસ્તો રાહદારીઓએ શોધી કાઢ્યો છે. ગ્રિલની વચ્ચેના ભાગના સળિયા નીકળી ગયા હોવાને કારણે લોકોને અહીંથી પસાર થવાનો નવો માર્ગ મળી ગયો છે.

મુંબઈના ક્રોફર્ડ માર્કેટમાં ભીષણ આગ

ભારતની આર્થિક રાજધાની મૂંબઈમાં આવેલા પ્રખ્યાત ક્રોફર્ડ માર્કેટમાં આજે સવારે ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.ફાયર બ્રિગેડ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ,તેમને સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો.તે સાથે જ  દસ ફાયર ટેન્ડર્સ અને ચાર વોટર ટેન્ક ઘટનાસ્થળે રવાના કરાયા હતાં.બજારમાં આવેલી પરફ્યૂમની દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે.આ બજારમાં આવેલી મોટાભાગની દુકાનોનું બાંધકામ જુનું છે. આ આગમાં 60 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. લાગેલી ભીષણ આગની તસ્વીરો મિડ-ડેનાં કેમેરામાં કેદ થઈ છે. જુઓ તસ્વીરો

માટીના ઢગલાને કારણે લોકોની સમસ્યામાં વધારો

ક્રૉફર્ડ માર્કેટમાં આવેલી પોલીસ-કમિશનરની ઑફિસના ગૅટની સામે જ માટીના ઢગલા પડેલા છે. અતિવ્યસ્ત રસ્તો હોવાને કારણે અહીં ટ્રાફિક સમસ્યાઓ સર્જાય છે.

ફોર્ટના એક મંડળના ગૉડ્સ વૉલન્ટિયર્સ ગણેશોત્સવમાં પૈસાનો વેડફાટ અટકાવીને કરે છે અનોખી સમાજસેવા

આ ગ્રુપનું સોશ્યલ વર્ક જોકે ફક્ત આ ઉત્સવ પૂરતું સીમિત નથી, બારેમાસ ચાલતું રહે છે

Joomla SEF URLs by Artio