ચોરને પકડવા પોલીસે ડાન્સ-બારની બહાર લગાવી ૩ કલાક ફીલ્ડિંગ

આરોપી અકીલે પોતાના બે સાથીદારો સાથે મળીને ૯ જાન્યુઆરીએ વહેલી સવારે અઢીથી સાડાત્રણ વાગ્યા દરમ્યાન એક દુકાનનું તાïળું તોડ્યું હતું, પરંતુ એમાં તેઓ અસફળ રહ્યા હતા.બાંદરા (વેસ્ટ)માં આવેલી બે દુકાનોનાં જાન્યુઆરી મહિનામાં તાળાં તોડીને અઢી લાખ રૂપિયાની ચોરી કરવાના આરોપસર પાંચ મહિનાથી બાંદરા પોલીસ ઘટનાસ્થïળના CCTV કૅમેરાનાં ફુટેજને આધારે ત્રણ ચોરોની શોધ કરી રહી હતી જેમાંથી એક આરોપી રેગ્યુલર બારમાં જતો હોવાની પોલીસને માહિતી મળ્યા બાદ પોલીસ સતત ત્રણ દિવસ ત્રણ કલાક સુધી ડાન્સ-બારની બહાર આરોપીને પકડવા ચક્કર મારી રહી હતી. આખરે પચીસ વર્ષનો આરોપી અકીલ ખાન ગુરુવારે રાતે પકડાયો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ૨૯ મે સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે. આરોપીઓએ ચોરી કરેલી રકમ ડાન્સ-બાર અને બાર-ગર્લ્સ પાછળ ઉડાવી હતી. આરોપી વિરુદ્ધ શહેરનાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં વીસથી વધુ કેસ નોંધાયા હોવાની ખબર પડી હતી. બાંદરા પોલીસ હાલમાં આરોપીના અન્ય બે સાથીદારોની શોધ કરી રહી છે.

એથી તેમણે અન્ય દુકાનનું તાળું તોડ્યું હતું જેમાં સફળતા મળતાં અઢી લાખ રૂપિયા રોકડની ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે આ કેસમાં ઘટનાસ્થળના CCTV કૅમેરાનાં ફુટેજની તપાસ કરી ત્યારે ત્રણ આરોપીઓ હોવાની ખબર પડી હતી. એ પછી તેમના સેલફોનના લોકેશનથી તેમના નંબર મેળવવામાં આવ્યા હતા જે સતત સ્વિચ્ડ-ઑફ હતા. તેમના ફોનકૉલ રેકૉર્ડ કરવામાં આવતાં પોલીસને ગ્રાન્ટ રોડના અમુક પ્રોસ્ટિટ્યુટના નંબર મળ્યા હતા જેના આધારે આરોપી રેગ્યુલર ગ્રાન્ટ રોડ જતો હોવાની ખબર પડી હતી.

આરોપી અકીલ સેન્ટ્રલ મુંબઈની કેટરિંગ સર્વિસના માલિક પાસે કામ કરતો હતો. ત્યાં પોલીસ પહોંચી હતી અને ત્યાંથી અકીલ નાગપાડાના ડાન્સ-બારમાં જતો હોવાની માહિતી મળી હતી.

એ પછી ત્રણ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્રણ દિવસ સુધી રાતે નવથી બાર વાગ્યા દરમ્યાન સાદાં કપડાંમાં આંટા મારીને અકીલની રાહ જોતી હતી. ત્રીજા દિવસે પોલીસને અકીલ બારમાં દાખલ થતો દેખાયો હતો. એ પછી અડધો કલાક સુધી અકીલ ટેબલ પર સેટ થાય એની પોલીસે રાહ જોઈ હતી અને અંદર જઈ તેને પકડી પાડ્યો હતો.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio