ડ્રાઇવર સાથે દલીલો કરી બાંદરા-વરલી સી-લિન્ક પર ટૅક્સી ઊભી રખાવી દરિયામાં ઝંપલાવ્યું

બાંદરા-વરલી સી-લિન્ક પરથી ટૅક્સીમાં જઈ રહેલા પૅસેન્જરે ટૅક્સી-ડ્રાઇવર સાથે દલીલો કરીને ડાયાબિટીઝ હોવાથી બાથરૂમ જવાના બહાને ટૅક્સી અટકાવી હતી અને બ્રિજ પરથી દરિયામાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી.

sea link

આ બાબતે વરલી પોલીસે કેસ નોંધી ટૅક્સી-ડ્રાઇવરની અટક કરીને તેની પૂછપરછ શરૂ કરી છે.


પોલીસે જણાવ્યા પ્રમાણે ડોંગરીમાં રહેતા ૪૪ વર્ષના ટૅક્સી-ડ્રાઇવર શમસુદ્દીન શિકાલકરે સી-લિન્ક પર ટૅક્સી રોકીને નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. ડ્રાઇવરે પૂછપરછ દરમ્યાન કહ્યું હતું કે ‘પૅસેન્જરે અનેક દલીલો કરી હતી, પરંતુ મેં ટૅક્સી રોકી નહોતી. એ પછી જ્યારે તેણે ડાયાબિટીઝ હોવાથી પેશાબ કન્ટ્રોલ કરી શકે એમ નથી એવો દાવો કર્યો ત્યારે મેં ટૅક્સી રોકી હતી. ત્યાર બાદ તે બાથરૂમ જવાને બદલે રેલિંગ પર ચડીને બ્રિજ પરથી દરિયામાં કૂદ્યો હતો.’

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio