સાપ સાથે સ્ટન્ટ કરનારની થાણે પોલીસે ધરપકડ કરી

પનવેલનો સર્પમિત્ર અજય પવાર સાપ સાથે સ્ટન્ટબાજી કરી રહ્યો હતો ત્યારે સાપે તેના હોઠ પર ડંખ માર્યો હતો.

 

 

આ સ્ટન્ટ કરનારની ગુરુવારે થાણે વન-વિભાગના અધિકારીઓએ ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતાં પાંચ દિવસની પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી.

અજય પવાર વિરુદ્ધ રાયગડનાં ચાર NGOએ ફરિયાદ કરી છે. આ ફરિયાદની નકલ ચીફ વનસંરક્ષક અને થાણે વન-વિભાગના અધિકારીઓને મોકલવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં સ્ટન્ટ કરતી વખતે ફરી અજય ઈજાગ્રસ્ત થયો હોવાની ફેસબુક પર પોસ્ટ થઈ હતી. એથી વન-વિભાગે ફરી તેની અટક કરી હતી.


Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio