પ્રેગ્નન્ટ મહિલાને ડિલિવરી કરાવવા દાદર પર ૨૦ મિનિટ ઊભી રહી ગઈ લોકલ

કળવાની મહિલા KEM હૉસ્પિટલમાં ઍડ્મિટ થવા જઈ રહી હતી ત્યારે ટ્રેનમાં જ તેને લેબર-પેઇન શરૂ થઈ ગયું

 

dadar local


મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સોમવારે રાતે નવી જિંદગીને વેલકમ કરવા માટે દાદર રેલવે-સ્ટેશન પર ૨૦ મિનિટ માટે થંભી ગઈ હતી. કળવાની ગર્ભવતી મહિલા મંગળવારે રાતે KEM હૉસ્પિટલમાં ઍડ્મિટ થવા માટે જઈ રહી હતી ત્યારે તેને ટ્રેનમાં જ લેબર-પેઇન શરૂ થઈ ગયું હતું અને તેણે CSMT તરફ જતી લોકલમાં રાતે ૧૦.૨૦ વાગ્યે બેબીગર્લને જન્મ આપ્યો હતો. દાદર સ્ટેશન પર પ્રવાસીઓની મેડિકલ ઇમર્જન્સી માટે હાજર વન રૂપી ક્લિનિકના ડૉક્ટરે મહિલાની ડિલિવરી કરાવી હતી.

૨૬ વર્ષની સલમા શેખ ગર્ભવતી હોવાથી તેની પ્રસૂતિની તારીખ નજીક હોવાથી તે હૉસ્પિટલમાં ઍડ્મિટ થવા જઈ રહી હતી, પરંતુ તેને ટ્રેનમાં જ લેબર-પેઇન શરૂ થઈ ગયું હતું. એ સમયે ડ્યુટી પર હાજર રેલવેની કૉન્સ્ટેબલ મમતા સિંહને રેલવે હેલ્પલાઇન પર ૧૦.૧૮ વાગ્યે ફોન આવ્યો હતો. તેણે તાત્કાલિક દાદર RPFને જાણ કરી હતી અને દાદરના વન રૂપી ક્લિનિકની મેડિકલ ટીમનો પણ સંપર્ક કર્યો હતો. ઇમર્જન્સી મેડિકલ રૂમના ડૉક્ટરને ટ્રેનના કલ્યાણ તરફના હૅન્ડિકૅપ્ડ કોચમાં દોડાવવામાં આવ્યા હતા, જ્યાં મહિલાની ડિલિવરી થઈ હતી. એ પછી મહિલા અને બાળકને KEM હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં.

ડિલિવરી દરમ્યાન દાદર સ્ટેશન પર રાતે ૧૦.૨૦થી ૧૦.૪૧ વાગ્યા સુધી ૨૦ મિનિટ ટ્રેન થંભી ગઈ હોવાથી CSMT તરફ જતી સ્લો અમુક લોકલ ટ્રેનો ડિલે થઈ હતી.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio