લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં BJP જીતશે વધુ બેઠકો : અમિત શાહ

પક્ષપ્રમુખ અમિત શાહ કહે છે કે ૨૮૨ કરતાં પણ વધુ સીટ અમને મળશે

amit shah

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભારત વિવિધ ક્ષેત્રોમાં મહાન રાષ્ટ્ર બનીને ઊભરશે એવું ભારપૂર્વક જણાવતાં BJPના પ્રમુખ અમિત શાહે ગઈ કાલે કહ્યું હતું કે ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં BJP વધુ બેઠકો પર વિજય મેળવશે.

લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં BJPએ ૨૮૨ બેઠકો મેળવી હતી, પણ બેન્ગૉલ, કેરળ, તેલંગણ અને ઓડિશા જેવાં રાજ્યોમાં સારો દેખાવ કરીને ૨૦૧૯માં BJP ૨૮૨ કરતાં વધુ બેઠકો મેળવશે એવી આશા અમિત શાહે વ્યક્ત કરી હતી.

છેલ્લાં ત્રણ વર્ષમાં દેશનો આત્મવિશ્વાસ, ગૌરવ અને મહત્વાકાંક્ષામાં અનેકગણો વધારો થયો છે એવું જણાવીને અમિત શાહે જ્ઞાતિવાદ, પારિવારિક શાસન અને તુષ્ટીકરણનું રાજકારણ રમવા બદલ વિરોધ પક્ષની ઝાટકણી કાઢી હતી.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio