જુહુના રહેવાસીઓને જીવદયા ભારે પડી

બે મહિના પહેલાં તેમણે એક ઈજાગ્રસ્ત વાંદરાને સહારો આપ્યો હતો. હવે એ વાંદરો આ વિસ્તારમાંથી જવા તૈયાર નથી : ઘરોમાં જઈને ખાવાનું સાફ કરી જાય છે અને સોફા પર સૂઈ જાય છે

અંધેરીમાં દુકાનદારની જાગરૂકતાને કારણે જ્વેલરની દુકાનમાં ચોરી થતાં અટકી

અંધેરી-વેસ્ટમાં SV રોડ પરની અંધેરી માર્કેટની બાજુમાં આવેલી પાર્શ્વ જ્વેલર્સ નામની દુકાનમાં મંગળવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ચોરોએ ગટરની અંદર જઈ ત્યાંથી દુકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો

સુધરાઈ પબ્લિકની સમસ્યા ક્યારે સમજશે?

વિલે પાર્લેમાં ત્રણ વર્ષથી પૅચવર્ક કરવા બ્રિજ નીચે કાંકરીઓના ઢગલા કરાય છે : આ સમસ્યાથી માહિતગાર સુધરાઈએ હજી સુધી કોઈ જ કાર્યવાહી ન કરતાં પબ્લિક ત્રસ્ત

સાંતાક્રુઝમાં ગેરકાયદે રિક્ષા-સ્ટૅન્ડ સામે ટ્રાફિક-પોલીસના આંખ આડા કાન

સાંતાક્રુઝ-વેસ્ટમાં ગોગા ડેરી ફાર્મની પાસે રિક્ષાચાલકોએ ગેરકાયદે શૅર-અ-રિક્ષા સ્ટૅન્ડ બનાવ્યું હોવાથી અહીં લાઇનબંધ રિક્ષા ઊભી હોય છે.

અંધેરી-સાંતાક્રુઝમાં રિક્ષાચાલકોની દાદાગીરી

અંધેરીમાં રિક્ષાચાલકોની મનમાની અંધેરી-વેસ્ટમાં રેલવે-સ્ટેશનની બહાર રિક્ષાઓ રસ્તાની વચ્ચે જ પાર્ક કરવામાં આવતી હોવાથી કાયમ અહીં ટ્રાફિક જૅમની સમસ્યા જોવા મળે છે. આડેધડ રિક્ષાચાલકો રિક્ષાઓ પાર્ક કરે છે અને આ જ કારણે પ્રવાસીઓને, બસને તથા અન્ય વાહનચાલકોને પણ અહીંથી નીકળવું મુશ્કેલ થઈ જાય છે. આ બાબતે ટ્રાફિક-પોલીસ દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતાં રિક્ષાચાલકો પોતાની માલિકીનો રસ્તો હોય એમ સમજી જ્યાં સુધી કોઈ જ પ્રવાસી ન મળે ત્યાં સુધી તેમની રિક્ષાઓ પાર્ક કરે છે.

વડીલોનો વટ પડે

ઇકો-ફ્રેન્ડ્લી સ્મશાન માટે સાંતાક્રુઝના ૧૫૦ સિનિયર સિટિઝનોની મહેનત રંગ લાવી : માર્ચમાં શરૂ થઈ જશે ૩.૬૦ કરોડ રૂપિયાના ખર્ચે LPG આધારિત અંતિમ ધામ : નિવૃત્તિ પછી પણ પ્રવૃત્ત રહીને એકઠા કર્યા ૧.૮૦ કરોડ રૂપિયા

સાંતાક્રુઝના પંચાવન વર્ષના માણસે ત્રીજે માળેથી કેમ ઝંપલાવ્યું?

સાંતાક્રુઝ (વેસ્ટ)માં રહેતા પંચાવન વર્ષના બંકિમચંદ્ર બોઝે સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશન પાછળ આવેલા પોલીસ ક્વૉટર્સના ત્રીજે માળેથી ઝંપલાવીને જીવ આપી દીધો હતો.

જોઈ લો સુધરાઈની બેદરકારી

સાંતાક્રુઝમાં ૧૦ દિવસથી વધુ સમય થયો હોવા છતાં રસ્તાની વચ્ચે પડેલા થડને ઉપાડવાની હજી સુધી ફુરસદ નથી મળતી : સુધરાઈની બેદકારીને લીધે દરરોજ અનેક ગાડીઓ થડ પર ચડી જાય છે જેને બહાર કાઢતાં કલાકો વેડફાય છે

એક દિવસનું કામ પૂરું કરતાં સુધરાઈને લાગ્યા છ મહિના

વિલે પાર્લે-ઈસ્ટમાં સ્ટેશનની પાસે સહારા હોટેલની બાજુમાં સુધરાઈને છ મહિના બાદ રસ્તા વચ્ચે પડેલા પેવર બ્લૉક્સના ઢગલા તથા વાયરોને ઉપાડવાની ફુરસદ મળી હતી. આટઆટલા મહિનાઓથી વચ્ચે પડેલા વાયરોને કારણે પસાર થનારી પબ્લિકે ત્રાસ સહન કરવો પડ્યોે. સુધરાઈ દ્વારા કરવામાં આવતાં કામ જો યોગ્ય સમયે પૂરાં ન થાય તો શું ફાયદો? આ બાબતનો મિડ-ડે LOCALમાં અહેવાલ પ્રસિદ્ધ થયાના છ મહિના પછી સુધરાઈએ અહીં પડેલા વાયરો તથા પેવર બ્લૉક્સને ખસેડીને સફાઈ કરી હતી.

Joomla SEF URLs by Artio