ચોરાઈ ગયેલા પૌત્રને શોધવા આ મહિલા રેલવે-સ્ટેશનો પર જ રહે છે

જોઈ ન શકતી ૬૦ વર્ષની રંજના મહાતે પાંચ મહિના પહેલાં સીએસટી પર બનેલી આ ઘટના બાદ અનેક ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લીધી છે

મુંબઈની ત્રીજી મેટ્રો જમીનમાં ૨૦ મીટર ઊંડે દોડશે

વર્સોવા-અંધેરી-ઘાટકોપરની પહેલી મેટ્રો રેલવેનું કામ પૂરું થયું નથી, ચારકોપ-બાંદરા-માનખુર્દની બીજી મેટ્રોનાં ઠેકાણાં નથી ત્યાં કોલાબા-બાંદરા-સીપ્ઝની ત્રીજી મેટ્રોને કેન્દ્ર સરકારની મંજૂરી મળી જતાં આ મેટ્રોનું કામ ફાસ્ટ હાથ ધરવા માટે MMRDAએ કમર કસી છે.

"સ્ક્રિપ્ટની જરૂરિયાત પ્રમાણે બૉડી બરાબર છે કે નહીં એ જરા કપડાં ઉતારીને દેખાડ"

ઑડિશન માટે બોલાવનાર ડિરેક્ટરે આવું કહીને બેડમાં ધકેલી અને રેપનો પ્રયાસ કર્યો એવી ફરિયાદ કરી ભોજપુરી ઍક્ટ્રેસે

સુપ્રીમ કોર્ટ, રાષ્ટ્રપતિ, મહારાષ્ટ્રના ગવર્નર... બધાએ ના પાડી ફાંસી રોકવાની

સવારે ૧૦.૩૦ : સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપક મિશ્રા, પ્રફુલ્લ પંત અને અમિતવ રૉયની ખંડપીઠે યાકૂબ મેમણની ફાંસીની સજાને પડકારતી અરજીની સુનાવણી શરૂ કરી હતી.

'મૈં કરું તો સાલા કૅરૅક્ટર ઢીલા હૈ' જેવી નારાબાજી સાથે દક્ષિણ મુંબઈમાં યોજાઈ ગે પરેડ


સજાતીય સંબંધોને ગેરકાયદે ગણાવતા સુપ્રીમ ર્કોટના ચુકાદાને અન્યાયકારી ગણાવીને ગઈ કાલે મુંબઈ સહિત દેશ-વિદેશથી આવેલા લેસ્બિયન અને ગે લોકો ઉપરાંત તેમના સમર્થકો મોટી સંખ્યામાં દક્ષિણ મુંબઈના ઑગસ્ટ ક્રાન્તિ મેદાન (ગોવાલિયા ટૅન્ક)માં ઊમટી પડ્યા હતા.

૮૦૦ કિલોનો આ મોદક આજે જશે દરિયામાં

દાદરના પ્રભાદેવીમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરની બહાર ૭ ફુટની ઊંચાઈ ધરાવતો ૮૦૦ કિલોનો માવાનો મોદક ભાવિકોનું છેલ્લા ચાર દિવસથી ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે, પણ આજે એ મોદકને ગણેશજીના વિસર્જન સાથે દરિયામાં પધરાવી દેવામાં આવશે.

150મા બર્થ-ડે નિમિત્તે પશ્ચિમ રેલવેએ લોકોને શું ગિફ્ટ આપી?

૧૮૬૪ની ૨૮ નવેમ્બરે શરૂ થયેલી વેસ્ટર્ન રેલવેએ ગઈ કાલે ૧૫૦મી જન્મજયંતી ઊજવી. આ નિમિત્તે પશ્ચિમ રેલવેના જનરલ મૅનેજરે લોકોને ત્રણ મુખ્ય ભેટ આપી હતી : ૧. ઉપયોગી માહિતી ધરાવતું પૉકેટસાઇઝ બ્રોશર, ૨. વિવિધ સ્ટેશન પર રેલવેનાં સુવેનિયર વેચતી શૉપ્સ અને ૩. થિયેટરમાં ટ્રૅક-ક્રૉસિંગ ન કરવા સારુ લઘુ ફિલ્મ દર્શાવવાની ઘોષણા. આ ઉપરાંત કેટલાંક રેગ્યુલર વચનોની લહાણી પણ કરી હતી.

Joomla SEF URLs by Artio