મુલુંડમાં આ ટ્રક દુકાનોમાં કેવી રીતે ઘૂસી ગઈ?

મુલુંડ (વેસ્ટ)માં MG રોડ પર ગઈ કાલે સવારે સાડાદસ વાગ્યે ફુલ સ્પીડમાં આવેલી ટ્રકે બેસ્ટની બસને જોરદાર ટક્કર મારતાં થયેલા અકસ્માતમાં ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ હતી.

સ્મશાનમાં દારૂની બૉટલોનું શું કામ?

મુલુંડના સ્વર્ગદ્વાર’માં જ્યાં લોકો પોતાના જીવનનો છેલ્લો વિસામો લેતા હોય છે એવા સ્મશાનમાં દારૂની બૉટલોનું શું કામ એવો સવાલ મુલુંડવાસીઓના મનમાં આવતો હોય છે.

પ્રૉપર્ટી કાર્ડ પર નામ ચડાવ્યું સિટી સર્વેવાળાઓએ અને કાગળો માગે સોસાયટી પાસે

મુલુંડ-ઈસ્ટના સાને ગુરુજીનગરમાં આવેલી સરોજ દર્શન કો-ઑપરેટિવ સોસાયટી પાસેથી મુલુંડના સિટી સર્વે ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ન ફક્ત ભૂમિમાપન માટે લાગતા રૂપિયા લઈ લીધા.

મુલુંડના મૉલમાં બે કપલ પર હુમલો કરવાના આરોપસર ચાર નબીરાની અરેસ્ટ

મુલુંડમાં આવેલા R-મૉલમાં સોમવારે રાતે બે કપલ ડિનર બાદ ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે બન્ને કપલ પર ચાર જણે હુમલો કર્યો હતો.

મુલુંડ લાઇબ્રેરીની દુર્દશા માટે જવાબદાર કોણ?

મુલુંડ-વેસ્ટના પુરુષોત્તમ ખેરાજ રોડ પર આવેલી જિલ્લા ગ્રંથાલય અધિકારી કાર્યાલયમાંની પબ્લિક લાઇબ્રેરીની હાલત એટલી કથળી ગઈ છે કે જો એનું રિપેરિંગ કરવામાં ન આવ્યું તો કોઈને ગંભીર ઈજા થઈ શકે છે અથવા જાનહાનિ પણ થઈ શકે છે.

મૅરથૉન ઍવન્યુ લેનના રહેવાસીઓ એક ફેરિયાને હટાવવામાં સફળ થયા

મુલુંડ-વેસ્ટના LBS માર્ગ પર આવેલા મૅરથૉન ઍવન્યુ જેવી મુલુંડની અપર ક્લાસ લોકૅલિટીની ફેરિયારૂપી એક મુસીબતને હટાવવામાં મૅરથૉન ઍવન્યુ લેનના રહેવાસીઓને સફળતા મળી છે.

મુલુંડ રેલવે-પરિસરને નો સ્મોકિંગ ઝોન બનાવવા માગે છે રેલવે-સ્ટેશનના મૅનેજર

મુલુંડ-વેસ્ટમાં સ્ટેશનની બહાર પણ નહીં નીકળ્યા હો અને ત્યાં જ તમને દીવાલ પર પાન-તમાકુની પિચકારીઓ અને સિગારેટ-તમાકુનો કચરો ફેંકતા લોકો દેખાશે.

ગણેશ ગાવડે રોડ અને ઝવેર રોડના કૉર્નર એકસાથે ખોદીને BMCએ હેરાન કરી મૂક્યા

મુલુંડના અનેક મહત્વના રોડનું રિનોવેશન કે ગટરોનું કામ BMC દ્વારા ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી મુલુંડવાસીઓની તકલીફનો અંત જ નથી આવતો.

ફરી આપવામાં આવ્યું લોક એવરેસ્ટના કૂતરાઓને ઝેર

મુંલુંડ-વેસ્ટમાં સ્ટેશન નજીક JSD રોડ પર આવેલા લોક એવરેસ્ટ કૉમ્પ્લેક્સના ત્રણ કૂતરાઓને ઝેર આપીને એમના જીવનનો અંત લાવી દેવામાં આવ્યો છે.

શંકાશીલ પતિએ પત્નીને માથામાં સિલિન્ડર ફટકારી પતાવી દીધી

મુલુંડ (વેસ્ટ)માં ઇન્દિરાનગરમાં રહેતા સિરાલન મુદલિયારે પોતાની પત્ની પ્રિયાના ચારિત્ર્ય વિશે શંકા કરી ગુવારે વહેલી સવારે તેના માથા પર ગૅસ-સિંલિન્ડરથી હુમલો કરી પ્રિયાનું માથું ફોડી તેની હત્યા કરી હતી અને તેમનાં બે બાળકોને આ ઘટના વિશે ચુપકીદી સેવવા ધમકી આપી હતી.

સર્વોદયનગરના રહેવાસીઓ ટ્રાફિકની સમસ્યાને મૂળમાંથી કાઢી નાખવા લેશે કોર્ટનો સહારો

મુલુંડ-વેસ્ટમાં આવેલા સર્વોદયનગરના રહેવાસીઓ ટ્રાફિકની સમસ્યાથી એટલા કંટાળી ગયા છે કે હવે તેમણે કોર્ટનો સહારો લેવાનું મન બનાવી લીધું છે અને બહુ જ જલદી આ સમસ્યાને લઈને એક PIL ફાઇલ કરવાના છે.

ભાંડુપ રેલવે-સ્ટેશનનાં ATVM સાવ નકામાં

ભાંડુપ-વેસ્ટમાં રેલવે-સ્ટેશનની બહાર આવેલાં બધાં જ ATVM બંધ પડ્યાં છે અને સ્ટેશન-મૅનેજરને આ બાબતે ફરિયાદ કરતાં કામ ચાલુ છે કહીને હાથ પર હાથ ધરીને બેસી ગયા છે.

Joomla SEF URLs by Artio