સોનમ કપૂરે પહેરેલા આ ડ્રેસમાં શું ખાસ છે? આવો પોશાક તમે કઈ રીતે પહેરી શકો?

આ ફોટોમાં જે ડ્રેસ તેણે પહેર્યો છે એ દૂરથી ડ્રૉપ શોલ્ડર ડ્રેસ લાગે છે, પરંતુ ધ્યાનથી જોયા બાદ ખ્યાલ આવે છે કે તેણે શિફૉનનો વન-પીસ ડ્રેસ પહેર્યો છે.

યુવાન વયે હાર્ટ-અટૅક આવવા પાછળ બાળપણથી જ રહેલી ઓબેસિટી કારણભૂત હોઈ શકે

નાનાં બાળકો ઓબીસ એટલે કે મેદસ્વી હોય તો આજે પણ તેમને લોકો હેલ્ધી માને છે જે એક મોટી ભૂલ છે. બાળકોમાં રહેલી ઓબેસિટી તેમને એટલું જ નુકસાન કરે છે જેટલું એક વયસ્કમાં રહેલી ઓબેસિટી. આ રોગ નાનપણથી તેમનામાં કૉલેસ્ટરોલનો પ્રૉબ્લેમ વધારે છે તથા ગ્લુકોઝના ઇનટૉલરન્સ અને હાઈ બ્લડ-પ્રેશરને પણ આમંત્રે છે. આ બધા જ પ્રૉબ્લેમ તેને હાર્ટ-ડિસીઝ તરફ ધકેલી શકે છે. આ બાબતે જાગૃત થવાની જરૂર છે

ઑલ્ઝાઇમર્સનાં લક્ષણોને ઓળખો

આજે વર્લ્ડ ઑલ્ઝાઇમર્સ ડે છે. જોકે કેટલાંક વર્ષોથી આખા સપ્ટેમ્બર મહિનાને ઑલ્ઝાઇમર્સ મન્થ તરીકે ઊજવવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે. વૃદ્ધાવસ્થા એમનેમ પણ જીવનનો કપરો પડાવ છે અને એને વધુ જટિલ બનાવતો આ રોગ અને એનાં ચિહ્નો વિશે આજે વિસ્તારથી જાણીએ

હાડકાં મજબૂત રાખવા ૫૦ વર્ષની ઉંમર પહેલાં એક્સ્ટ્રા કૅલ્શિયમની જરૂર નથી

બોન-હેલ્થ માટે આ મિનરલ ખૂબ જરૂરી છે, પણ નાની ઉંમરમાં જ એનાં સપ્લિમેન્ટ્સ લેવાનું શરૂ કરી દેવાથી હાડકાંને કોઈ ખાસ ફાયદો નથી થતો. વધુ માત્રામાં આ ખનિજદ્રવ્ય શરીરને ફાયદો નહીં પણ નુકસાન કરે છે

મનુષ્યના પ્રાણ ટકાવી રાખવા માટે શરીરમાં ચરબી હોવી આવશ્યક છે

મેદસ્વીપણાની સમસ્યા એટલી હદે વધી રહી છે કે આપણે એવું માનવા લાગ્યા છીએ કે ચરબી અત્યંત ખરાબ ચીજ છે. યસ, વધુપડતી ચરબી હાનિકારક છે, પરંતુ શરીરને ચલાવવા માટે પણ ચરબીની જરૂર પડે છે. એને એસેન્શિયલ ફૅટ કહે છે. જો હકીકતમાં શરીર ઝીરો પર્સન્ટ ફૅટવાળું થઈ જાય તો માણસનું જીવવું શક્ય ન બને.

તમારું બાળક ચોમાસામાં માંદું જ રહે છે?

ચોમાસામાં સામાન્ય રીતે ઇન્ફેક્શનની શક્યતા ખૂબ વધારે રહે છે અને એમાં પણ બાળકો પર આ રિસ્ક વધુ રહે છે, કારણ કે તેમની ઇમ્યુનિટી નબળી હોય છે. આ દરમ્યાન રોગોના ઇલાજની સાથે-સાથે બાળકની ઇમ્યુનિટી વધારવા માટે પણ મમ્મી-પપ્પાએ પ્રયત્નશીલ રહેવું જોઈએ. બાળકની ઇમ્યુનિટી વધારવા માટે જે વસ્તુ સૌથી વધુ મદદરૂપ થાય છે એ છે પોષણયુક્ત ખોરાક. આજે જાણીએ એનું મહત્વ

ની-ઇન્જરી વિશે તમે કેટલા જાગૃત છો?

કોઈ પણ કારણસર ઘૂંટણમાં જો આંતરિક ઈજા થાય અને એનાં હાડકાં, સ્નાયુ કે સાંધામાં તકલીફ ઊભી થાય એને ની-ઇન્જરી કહે છે. અમેરિકામાં ૬.૬ મિલ્યન લોકો ની-ઇન્જરીથી પીડાય છે. ની-ઇન્જરી કોઈ પણ ઉંમરની વ્યક્તિને હાલતાં-ચાલતાં થઈ જાય એવી બહુ સામાન્ય તકલીફ છે, પરંતુ એ થયા પછી પરિસ્થિતિ સામાન્ય રહેતી નથી. એટલે એના વિશે ગંભીરતા જરૂરી બને છે

કૅન્સરથી બચવું હોય તો સમજો વહેલા નિદાનનું મહત્વ

કૅન્સર એક ઘાતક રોગ છે, પરંતુ એમાં પણ સંપૂર્ણ ક્યૉર શક્ય છે જો એનું નિદાન વહેલું થઈ શકે તો. વહેલું નિદાન ત્યારે જ શક્ય બને જ્યારે એનાં ચિહ્નોને જલદી ઓળખીએ અથવા તો રેગ્યુલર ચેકઅપ કરાવીએ. વહેલા નિદાન અને એને કારણે શરૂ થતો વહેલો ઇલાજ થોડો સસ્તો પડે છે અને ખૂબ લાંબો ચાલતો નથી તથા માણસ સંપૂર્ણપણે કૅન્સરમુક્ત પણ બની શકે છે

Joomla SEF URLs by Artio