ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણી

પણ તારીખ હજી નક્કી નથી

 

cecગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજવાની જાહેરાત ભારતના મુખ્ય ઇલેક્શન કમિશનર અચલકુમાર જોતીએ ગઈ કાલે કરી હતી. જોકે કઈ તારીખે ચૂંટણી યોજાશે એ વિશે નિર્ણય હવે પછી બેઠક કરીને લેવામાં આવશે.

મુખ્ય ઇલેક્શન કમિશનરે કહ્યું હતું કે ‘છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અમે ચૂંટણી રિવ્યુ કર્યો છે. રાજ્યમાં ચૂંટણીની તૈયારી પૂરી થઈ ગઈ છે. ગુજરાતમાં ભયમુક્ત માહોલમાં ચૂંટણી કરાવવાના પ્રયાસો કરીશું. વિધાનભાની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજાશે. હવે બેઠક કરીને આ ચૂંટણી કઈ તારીખે અને કેટલા તબક્કામાં કરવી એ વિશે નિર્ણય કરીશું. ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં લગ્નો બહુ હોય છે એથી ચૂંટણીની તારીખ એવી રીતે રાખવા માટે અમને સૂચન મળ્યું છે એને પણ ધ્યાનમાં લેવામાં આવશે.’

ગુજરાતમાં અત્યારે કુલ ૪.૩૩ કરોડ મતદારો છે, જેમાંથી ૨.૨૫ કરોડ પુરુષ મતદારો અને ૨.૦૭ કરોડ સ્ત્રી મતદારો છે. થર્ડ જેન્ડરના ૬૮૮ મતદારો છે. ગુજરાતમાં ૧૦.૪૬ લાખ નવા મતદારો નોંધાયા છે, જેમાંથી ૩.૨૧ લાખ મતદારો ૧૮થી ૧૯ વર્ષના છે જેઓ પ્રથમ વાર મતદાન કરશે.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio