ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી - ૩ : દસ દિવસનું જાગરણ અને વિજયાદશમી

ચંપારણના મૅજિસ્ટ્રેટને ઉપરથી આદેશ આવ્યો કે મિ. ગાંધીને જેલમાં મોકલવાથી ફાયદા કરતાં નુકસાન વધુ છે માટે તેમને ચંપારણમાં ફરવા દેવામાં આવે. માત્ર દસ દિવસમાં જેને હાથ લગાડતાં ડર લાગે એવા શક્તિશાળી નેતા ગાંધીજી બની ગયા હતા અને એ પણ ચંપારણમાં જ્યાં ગાંધીજીએ પહેલી વાર પગ મૂક્યો હતો અને ડર બ્રિટિશ સામ્રાજ્યને લાગ્યો જેનો સૂરજ કોઈ દી આથમતો નહોતો. માત્ર દસ દિવસમાં તેઓ રૈયત માટે ઈfવરનો અવતાર બની ગયા હતા અને એ પાછો એવો માણસ જેનું દસ દિવસ પહેલાં ભાગ્યે જ કોઈએ નામ સાંભળ્યું હતું. માત્ર દસ દિવસમાં તેમણે રાજકુમાર શુક્લની ભાષામાં કહીએ તો શિલા (રૈયત)ને અહલ્યા (ચેતનવંતી) બનાવી દીધી હતી અને એમ જુઓ તો તેમણે હજી બે જ ગામમાં પગ મૂક્યો હતો

ફ્રાન્સના ભાવિ પ્રેસિડન્ટની ગજબ લવ-સ્ટોરી

ફ્રાન્સમાં પ્રેસિડેન્શિયલ ચૂંટણીઓનો ગરમાવો જબરદસ્ત વધી ગયો છે. આ ગરમીમાં વધારો કરી રહ્યા છે ત્યાંના ૩૯ વર્ષના યુવા નેતા ઇમૅન્યુઅલ મૅક્રન. રાજકીય પંડિતો ફ્રાન્સના આગામી પ્રમુખ તરીકે તેમની નિમણૂક લગભગ નિશ્ચિત માની રહ્યા છે, પરંતુ તેમની રાજકીય કારકિર્દી કરતાં આખી દુનિયાના મીડિયાને તેમની લવ-સ્ટોરીમાં વધારે રસ છે. ઇમૅન્યુઅલ પોતાનાથી ૨૫ વર્ષ મોટી પોતાની જ શિક્ષિકાને પરણ્યા છે. તેમની આ લવ-સ્ટોરીમાં એક સુપરહિટ ફિલ્મનો પૂરેપૂરો મસાલો ભર્યો છે

હવે પાણી પીઓ નહીં, ખાઓ

સ્વચ્છ પાણીને પ્લાસ્ટિકની બૉટલથી છુટકારો અપાવવા માટે એક બ્રિટિશ સ્ટાર્ટઅપ મેદાને પડ્યું છે. આ કંપની પીવાના પાણીને બૉટલને બદલે ખાઈ શકાય એવા જેલી સ્વરૂપના દડામાં પૅક કરે છે. પાણીને સ્વચ્છ રાખતા આ દડા ફેંકી દઈએ તો જમીનમાં પણ આસાનીથી ભળી જાય છે. આ અનોખું સ્ટાર્ટઅપ અત્યારથી જ પ્લાસ્ટિકની બૉટલોનો મૃત્યુઘંટ વગાડશે એવું જાણકારો કહી રહ્યા છે

પપ્પાની રાત-દિવસની લેખનપ્રવૃત્તિએ અમને વિદ્યાની અણમોલ મૂડી આપી છે - પ્રકરણ ૧

વર્ષા અડાલજા - નવલકથાકાર, નવલિકાકાર, નિબંધકાર, નાટ્યકાર, ટીવી-સિરિયલોનાં લેખિકા, પત્રકાર  તથા નાટ્યઅભિનેત્રી

પ્યુબિક હેર રિમૂવ કરવા કે ન કરવા?

ભારતીયો પ્રાઇવેટ પાર્ટના વાળને ગંદા માને છે એટલે એને રિમૂવ કરવા માટે શેવિંગ, વૅક્સ, લેસર જેવા વિકલ્પો અપનાવે છે. હકીકતમાં યોગ્ય રીતે ટ્રીમિંગ કરીને એ ભાગને હંમેશાં સ્વચ્છ રાખવામાં આવે તો એ સૌથી સેફ રસ્તો છે

નિવૃત્તિનો અર્થ તમે શું કરો છો?

નિવૃત્તિનો અર્થ તમે શું કરો છો? શું રોજિંદા કામકાજમાંથી મુક્તિને તમે નિવૃત્તિ કહેશો કે પછી કંઈ પણ કર્યા વગર બેસી રહેવું એને કહેશો? ઘણા લોકો માટે નિવૃત્તિ એટલે એવો સમયગાળો જેમાં અધૂરાં સપનાં પૂરાં કરી શકાય અને જીવનમાં એ પહેલાં જે સુખ પ્રાપ્ત કરી શકાયું ન હોય એ પ્રાપ્ત કરી શકાય.

શું તમે બહુ ઇન્ટેલિજન્ટ છો? તો તમે પ્રૉબ્લેમમાં છો

બુદ્ધિશાળી લોકો વધુપડતું વિશ્લેષણ અને તર્ક લડાવીને સાચા, પર્ફેક્ટ અને વધુ સારા ચાન્સની રાહ જોતા રહી જાય છે જ્યારે સામાન્ય અને સરેરાશ બુદ્ધિ ધરાવતા લોકો ચાન્સને પણ એક ચાન્સ આપીને સફળતા તરફ આગળ ધપી શકે છે

ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૨૦

બાજુમાંથી પસાર થઈ રહેલા માણસના ધક્કા સાથે જ કાળુ પોતાના ભૂતકાળમાંથી બહાર આવ્યો. લાગેલા આ ધક્કાથી કાળુની કમાન છટકી ગઈ હતી અને તેના મોઢામાં ગંદી ગાળ આવી ગઈ હતી. જોકે એ ગાળ જીભથી હોઠ પર આવે એ પહેલાં જ તેના કાનમાં ચીરપરિચિત અવાજના શબ્દો પડ્યા,

ગાંધીજી જુદી માટીના હતા. તેમનો ભરોસો રાજ્ય પર અને રાજકીય આઝાદી પર નહોતો, પરંતુ લોકોની અંદર રહેલી ચેતના પર હતો - ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી - ૨

જીતેલી જમીન પર વિજેતા રાજકીય કાબૂ ધરાવતો હોય એવાં તો ઇતિહાસમાં સેંકડો ઉદાહરણ મળશે, પરંતુ કરોડો એકર જમીન પર ઉત્પાદકીય કાબૂ હોય એવું પહેલી વાર જોવા મળ્યું હતું. એ સમયની બ્રિટિશ રાજધાની કલકત્તામાં બેસીને ચંપારણના ખેડૂતે શું વાવવું, કેટલા પ્રમાણમાં વાવવું, કઈ જમીનમાં ગળી વાવવી, ઉત્પાદિત માલ કયા ભાવે ખરીદવો એ નક્કી થતું હતું. ન લશ્કર, ન સૂબો, ન પસાયતો, ન પહેરેગીર. આર્થિક-રાજકીય શોષણની વ્યવસ્થા જ એવી વિકસાવવામાં આવી હતી કે એના લાભ ઇંગ્લૅન્ડ સુધી પહોંચતા હતા. એક બાજુ શોષણની જડબેસલાક સાંકળ અને બીજી બાજુ લાભોની ધોરી નહેર

ગરમીમાં ગુણકારી ઘીનું નસ્ય

ઘી તો માત્ર શિયાળાની તબિયત બનાવવાની ઋતુમાં જ વપરાય એવી માન્યતા છે, પણ બળતરા કરાવતા ઉનાળામાં પણ એ અકસીર ઔષધ છે. અલબત્ત, એનો ઉપયોગ કઈ રીતે કરવો એ સમજી લેવું જરૂરી છે

મુઝે આજ ભી યાદ હૈ...

હિન્દી ફિલ્મોમાં આ સંવાદ આપણે અનેક વાર સાંભળ્યો છે એટલું જ નહીં, વાસ્તવિક જીવનમાં પણ આપણે ઘણી વાર આ ડાયલૉગનો ઉપયોગ કરતા હોઈએ છીએ; પરંતુ આપણું મગજ એટલું કાવતરાબાજ છે કે ક્યારેક ઘટી જ ન હોય એવી માહિતી પણ એ આપણી યાદોના ખજાનામાં ફીડ કરી દે છે. મનોવિજ્ઞાનમાં ફૉલ્સ મેમરી તરીકે ઓળખાતી આવી કોઈ યાદ જો વ્યક્તિનું સમગ્ર જીવન તહસનહસ કરી નાખે તો એ ફૉલ્સ મેમરી સિન્ડ્રૉમ તરીકે ઓળખાય છે, જેનો કોઈ ઇલાજ નથી

છેલ્લી ઘડીએ સિક્સ ફટકારીને જીત મેળવી લેવાશે એવું તમે માનો છો?

તો જાગો. બની શકે કે છેલ્લો બૉલ ફટકારવાની તમને તક ન પણ મળે. ફાઇનૅન્શ્યલ પ્લાનિંગ એ સાતત્યપૂર્ણ પ્રક્રિયા છે. એમાં રોકાણથી માંડીને એના રેકૉર્ડ્સને ઑર્ગેનાઇઝ કરીને રાખવાની આદત તમને ને તમારા પરિવારજનોને લાસ્ટ મિનિટની તાણથી મુક્ત રાખશે

ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૧૯

‘આ ઘડીએ બહાર તમારી એકેય ખાખી ઊભી નહીં હોય, પણ ખાતરી સાથે કહી શકું કે ભૂપતસિંહની ટોળકી ક્યારનીયે ગામમાં દાખલ થઈ ગઈ હશે અને સગડ મેળવવાના કામે પણ લાગી ગઈ હશે.’

Joomla SEF URLs by Artio