શું ઇચ્છો છો? સંતાનમાં દીકરો કે દીકરી? ગુજરાતી સમાજ પ્રામાણિક મત આપશે?

હું પણ સંતાન ઇચ્છતો હતો. મેં ભૂલ એ કરી કે શીલા ભટ્ટને માત્ર એક સંતાન - શક્તિ ભટ્ટ આપી. તેને કુદરતે કાચી વયે ‘પાછી’ બોલાવી લીધી ત્ય્ાારે મને માનવાનું મન થાય છે અને બીજાને મનાવવાનું પણ મન થાય છે તેમ જ ચીની સરકારની જેમ મત બદલવાનું મન થાય છે કે એક નહીં પણ બે સંતાન હોવાં જ જોઈએ, ન કરે નારાયણ...

ગમશે નહીં તોય ગમાડવું પડશે. જીવન રમકડું છે, રમાડવું જ પડશે

હે પ્રભુ, મને નિરાંતની ઊંઘ, તંદુરસ્તી ને જીવનમાં શાંતિ જોઈએ છે જે તું જ આપી શકે. મારી ઉંમર ગમે એટલી વધે, પણ બુદ્ધિમાં તો તું મને બાળક જ રાખજે. પણ... હવે તમારી ખોપરી સો ગ્રામ ખોતરો ને યાદ કરો કે ગયા અઠવાડિયે ‘પણ’ આગળ મારો અંત આઇ મીન આ આપણની કૉલમનો અંત આવેલો. યાદ આવ્યું? તો હવે આગળ વધું? હા પાડી?

દિવાળીબહેન ભીલ મુખ્ય સિંગર અને અનુરાધા પૌડવાલ કોરસમાં

જેસલ તોરલના ગીત પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે...માં... ગુરુવારે અવસાન પામેલાં આ મહાન લોકગાયિકાને પદ્મશ્રી ઉપરાંત બીજા ૧૦૦ કરતાં વધુ અવૉર્ડ મળ્યા હતા

ધર્મગ્રંથો કે વિદ્વાનો ભવિષ્યની ચિંતા ન કરવાનું કહે છે તો પણ ઇન્શ્યૉરન્સ ઉદ્યોગ કેમ વિકસે છે?

ભારતમાં ઇન્શ્યૉરન્સ શબ્દ અને વીમા-પૉલિસીનો અબજોના અબજો રૂપિયાનો ધંધો ક્યાંથી આવ્યો? માનવીની ભવિષ્યની ચિંતાએ એક આખો ઇન્શ્યૉરન્સ-બિઝનેસ પેદા કર્યો છે.

મમ્મી બનવું હવે જરાય અઘરું નથી

હવે ટેસ્ટટ્યુબ બેબી અને સરોગસી જેવી ટેક્નિકથી બાળક મેળવવાનો લોકોનો છોછ ઘટી ગયો છે અને એને જાહેર કરતાં પણ તેઓ જરાય ખચકાતા નથી. આવતી કાલે આવી રહેલા આંતરરાષ્ટ્રીય મધર્સ ડે નિમિત્તે જાણીએ કે માતા બનવાની સ્ત્રીની ઝંખનાને સાકાર કરવામાં મેડિકલ સાયન્સનો વિકાસ કેટલે પહોંચ્યો છે અને સાથે જ કરોડોના બિઝનેસનું રૂપ ધારણ કરનારી વિવિધ ટ્રીટમેન્ટ શું કામ હવે સર્વગ્રાહી બની રહી છે

તારાપણાના શહેરમાં

તાજેતરમાં જવાહર બક્ષીને જીવન ગૌરવ પુરસ્કાર એનાયત થયો. ઓછું, પણ માતબર લખતા આ શાયરની ગઝલસૃષ્ટિ ગહન સમૃદ્ધિ ધરાવે છે. આધ્યાત્મિક ઝોકના પડઘા તેમની ગઝલમાં જવાહિર (રત્ન)ની જેમ ફેલાયા છે. આજની કૉલમમાં પણ તમે એ મહેસૂસ કરી શકશો.

કમિટમેન્ટને જાળવતાં અને સંબંધોને સાચવતાં આવડે તો ઊંચી ઉડાન પણ સહેલી છે

મહારાષ્ટ્રના ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર સુભાષ દેસાઈના સાવ અંગત એવા બિરેન લિમ્બાચિયા હજી તો માંડ ચાલીસ વર્ષ પર પહોંચ્યા છે. આ ઉંમરે હજી તો જીવનમાં ઠરીઠામ થવાતું હોય છે, પણ બિરેનભાઈને આ વાત લાગુ નથી પડતી. મહેનત, સંઘર્ષ, બુદ્ધિમત્તા અને કૌશલ્યથી બિરેન લિમ્બાચિયાએ મહિનાની દસ હજારની આવકથી જર્ની શરૂ કરીને આજે રિયલ એસ્ટેટ, ગાર્મેન્ટ, સ્ટૉકમાર્કેટથી માંડીને પૉલિટિક્સમાં પણ બહુ ઓછા સમયમાં મોટું નામ બનાવી લીધું છે અને હકીકત એ છે કે આ તેમની હજી તો શરૂઆત છે

મા... તને પ્રણામ

આજે ભાઈદાસમાં માતૃત્વ છલકાવાનું છે. ‘મિડ-ડે’ના મધર્સ ડે સેલિબ્રેશનના ભાગરૂપે ગીત-સંગીતમય કાર્યક્રમ ‘મા તને પ્રણામ’ આજે યોજાઈ રહ્યો છે ત્યારે આપણે પણ માતૃવંદનાની આ આરતીમાં જોડાઈએ. રક્ષા શુક્લના શેર સાથે આરતીનો આરંભ કરીએ...

વાંકાનેરની પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશનનું અશક્ય દેખાતું કામ RTIના ઉપયોગથી મુંબઈથી જ થઈ ગયું

મૂળે વાંકાનેરના વતની ને બાંદરા (વેસ્ટ)માં રહેતા સુશીલ ચંદુલાલ શાહ તથા તેમના પરિવારની પળોજણની આ કથા છે.

Joomla SEF URLs by Artio