જીવનમાં આવતી બીમારી જિંદગીનું મહત્વ અને મૂલ્ય બન્ને ખરા અર્થમાં સમજાવે

માનો કે ન માનો, પણ જીવનમાં પીડાનું અદકેરું મહત્વ હોય છે. પીડા વિના જીવન સમજવું કઠિન છે. પીડા એકલતાની યાત્રા છે અને જીવનમાં આપણે એકલા આવતા હોઈએ છીએ અને એકલા જ જવાનું હોય છે

ઉચ્ચ અભ્યાસ સાથે ઉત્તમ સંસ્કાર વ્યક્તિને મહાન બનાવે છે

જે વ્યક્તિ મોટાને માન આપે, ગુરુને સન્માન આપે, વડીલોને બહુમાન આપે અને બાળકોને પ્રોત્સાહન આપે એ દરેક વ્યક્તિ ખરેખર બહુમૂલ્ય હોય છે.

દેશને ગર્વ છે આ ત્રણ દીકરીઓ પર

ગયું અઠવાડિયું ભારતની દીકરીઓને નામ રહ્યું. જિમ્નૅસ્ટ દીપા કર્મકાર સહેજમાં મેડલ ચૂકી ગઈ, પરંતુ પોતાના સાહસ અને શૌર્યથી તેણે આખા દેશનું દિલ જીતી લીધું. રેસલર સાક્ષી મલિક બ્રૉન્ઝ મેડલ જીતીને ભારતની પહેલી મેડલધારી મહિલા ઍથ્લીટ બની, જ્યારે પી. વી. સિંધુએ બૅડ્મિન્ટનમાં સિલ્વર મેડલ મેળવીને નવો ઇતિહાસ રચ્યો. તમામ અવરોધોને પાર કરીને સિદ્ધિના સર્વોચ્ચ શિખરે પહોંચવાની આ ત્રણેય દીકરીઓની દાસ્તાન દેશના કરોડો યુવાનોને પ્રેરણા આપનારી છે

ટમેટાં તેલ વિના ન ખવાય ને પાલક સાથે લીંબુ ભળે તો ક્યા બાત હૈ

કુદરતે બનાવેલો દરેક ખાદ્ય પદાર્થ પૌષ્ટિક છે, પરંતુ પૂર્ણ નથી. ચોખામાં ભરપૂર એનર્જી છે તો લીંબુમાં ભરપૂર વિટામિન C, પાલકમાં ભરપૂર આયર્ન છે તો કઠોળમાં ભરપૂર પ્રોટીન. કોઈ પણ ખાદ્ય પદાર્થ એવો નથી જેમાં બધાં જ વિટામિન, પ્રોટીન અને જરૂરી બધાં પોષક તત્વો મળી રહે. માટે આપણે એને કૉમ્બિનેશન્સમાં ખાવા પડે છે. એકબીજાના પૂરક એવા ખાદ્ય પદાર્થોનાં ખાસ કૉમ્બિનેશન્સ વિશે જાણીએ

મહેનતનો કોઈ શૉર્ટકટ નથી

આજના યંગસ્ટર્સને હાર્ડ વર્ક કરતાં સ્માર્ટ વર્કમાં વધારે ઇન્ટરેસ્ટ છે, પણ મારે કહેવું છે કે મહેનતનો કોઈ શૉર્ટકટ ક્યારેય નથી હોતો. જ્યાં દિમાગ વાપરવાનું હોય ત્યાં દિમાગનો ઉપયોગ થાય, પણ જ્યાં ફિઝિકલ વર્ક કરવાનું હોય ત્યાં ફિઝિકલી તમારે મહેનત કરવી જ પડે. તમારે કરવાની હોય એ મહેનત તમારા બદલે બીજું કોઈ ન કરી શકે. જોકે મેં કહ્યું એમ મહેનત કરવા માટે આજે મોટા ભાગના લોકો તૈયાર નથી થતા જે ખોટું છે. હાર્ડ વર્કનો કોઈ શૉર્ટકટ નથી હોતો. હાર્ડ વર્ક તમારે એ જ લેવલ પર કરવું પડે જાણે એ તમારા માટે લાસ્ટ ચાન્સ છે અને એ ચાન્સને તમારે તક બનાવીને ઝડપી લેવાનો છે.

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે; આ સમજ, આ અણસમજ એ જ સર્જતું હોય છે

ગુજરાતી ભાષાની આ લોકપ્રિય પંક્તિઓ ઘણાએ સાંભળી હશે; પરંતુ મનોવિજ્ઞાનમાં હિસ્ટીરિયા તરીકે ઓળખાતી બીમારી વિશે જાણીએ તો એવું લાગે જાણે આ પંક્તિઓ તેને માટે જ લખાઈ હોય, કારણ કે આ બીમારીમાં વ્યક્તિનું મન પોતાનાં દ્વંદ્વોને શારીરિક પીડાનું રૂપ આપીને દરદી પાસે એકદમ ખતરનાક ખેલ ખેલાવી શકે છે

બાળકોને જીવતી લાશ બનાવતો રોગ

છેલ્લા પાંચ દાયકાથી સાઉથ આફ્રિકામાં જેણે આતંક ફેલાવી દીધો છે એવો નોડિંગ ડિસીઝ નામનો રોગ ફક્ત ૩થી ૧૫ વર્ષની ઉંમરનાં બાળકોને જ પોતાનો શિકાર બનાવે છે અને તેમને મન તથા શરીરથી સંપૂર્ણપણે પાયમાલ કરી મૃત્યુ સુધી દોરી જાય છે

આજના સમયમાં એજ્યુકેશન અત્યંત જરૂરી છે, એ અડધેથી છોડી ન દેવું

પહેલાંના વખતમાં લોકો ભણતરને ઓછું મહત્વ આપતા હતા અને પિતાના ધંધામાં અથવા ગામડાંમાં ખેતીમાં રસ ધરાવતા હતા. આ ઉપરાંત ફક્ત છોકરાઓને જ સારું એજ્યુકેશન મળે એ બાબત પર વધુ ધ્યાન આપતા અને છોકરીઓને ભણતરની શું જરૂર છે એવી લોકોની માનસિકતા હતી.

Joomla SEF URLs by Artio