શોર્ટ સર્કિટનું ટ્રેલર રિલીઝ, ઈટ્સ સ્પાર્કિંગ !

પહેલી ગુજરાતી સાઈ ફાઈ ફિલ્મ શોર્ટ સર્કિટનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મના ટ્રેલરમાં નોર્ધન લાઈટ્સ દેખાઈ રહી છે.

dhvanit

પહેલી સાઈ ફાઈ ફિલ્મનું ટ્રેલર રિલીઝ



તો 2019ની મોસ્ટ અવેઈટિંગ અપકમિંગ ગુજરાતી મૂવી શોર્ટ સર્કિટનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મના ટ્રેલરમાં એક્શન છે, રોમાન્સ છે અને સાયન્સની સાથે સાથે ફિક્શન પણ છે. ફૈઝલ હાશ્મીએ ડિરેક્ટ કરેલી ધ્વનિત અને કિંજલ રાજપ્રિયા સ્ટારર આ ફિલ્મ પહેલીવાર ગુજરાતી સિનેમના દર્શકો માટે સાયન્સ ફિક્શન સ્ટોરી લઈને આવી છે.


dhvanit

ફિલ્મમાં રોમાન્સની સાથે સાથે એક્શન પણ છે


ટ્રેલરની વાત કરીએ તો એક એવા વ્યક્તિની વાત દર્શાવાઈ છે, જે સામાન્ય જિંદગી જીવી રહ્યો છે.પરંતુ અચાનક તેના જીવનમાં વળાંક આવે છે. આ પાત્ર ભવિષ્ય જોઈ શકે છે. જેમાં તે કોઈનું મર્ડર જોવે છે. પછી શરૂ થાય છે જંગ જિંદગી બચાવવાનો. ફિલ્મમાં લીડ રોલમાં ધ્વનિત છે. ધ્વનિતની સામે કિંજલ રાજપ્રિયા એક ટીવી એન્કરના રોલમાં છે. કિંજલને બચાવવાની ધ્વનિતની સ્ટ્રગલ તેમાં ટેક્નોલોજીનો ઉપયોગ એટલે ફિલ્મ શોર્ટ સર્કિટ. જો કે ટ્રેલરના અંતમાં દેખાતી નોર્ધન લાઈટ્સ એક સસ્પેન્સ જરૂર ક્રિએટ કરી રહી છે. નીચે ક્લિક કરીને જુઓ ટ્રેલર.



આ પણ વાંચોઃ સિંગર ગીતા રબારીને મળ્યું 'વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા' બુકમાં સ્થાન


આ ફિલ્મ સાથે ડિરેક્ટર ફૈઝલ હાશ્મી અને ધ્વનિત ફરી એકવાર સાથે આવી રહ્યા છે. ફિલ્મ 11 જાન્યુઆરી 2019ના રોજ રિલીઝ થશે. એટસલે કે ઉત્તરાયણ પહેલા તમને જવાબ મળશે કે આખરે સમય કેમ અટકી રહ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK