ગુજરાતી આઇકૉનિક ફિલ્મ અવૉર્ડ્સનું સફળ આયોજન

છેલ્લાં બે વર્ષથી યોજાતો GIFA હવે પોતાની જગ્યા બનાવવા સક્ષમ છે: નરેશ કનોડિયાનું કહેવું છે કે અરવિંદ વેગડા અને હેતલ ઠક્કરની છપ્પનની છાતી છે

film dhh

‘ઢ’ ફિલ્મની ટીમ


છેલ્લાં બે વર્ષથી ગુજરાતમાં યોજાતો ગુજરાતી ફિલ્મનો એકમાત્ર અવૉર્ડ શો GIFA હવે અનિવાર્ય થતો જાય છે. ઘણા સમયથી ગુજરાતી ફિલ્મોના કલાકારોની માગ હતી કે ગુજરાતી ફિલ્મોને અને એના ટેક્નિશ્યનો તથા કલાકાર કસબીઓને પ્રોત્સાહિત કરવા ગુજરાતમાં કોઈ ફંક્શન નથી થતાં. એ જોતાં હેતલ ઠક્કર અને અરવિંદ વેગડાએ આ બીડું ઝડપ્યું હતું. ગુજરાતી ફિલ્મોને તેઓ ઊંચા ફલક પર લઈ જવા માગતા હતા. એથી આ વર્ષે પણ અમદાવાદ ખાતે GIFA (ગુજરાતી આઇકૉનિક ફિલ્મ અવૉર્ડ્સ)નું તેમણે સફળ આયોજન કર્યું હતું. આ અવૉર્ડ્સ શોમાં ૨૦૧૭-૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મોને અવૉર્ડ આપી નવાજવામાં આવી હતી. આ વખતે ગુજરાતી ફિલ્મોના નામાંકિત સિતારાઓનો મેળાવડો જામ્યો હતો. નરેશ કનોડિયાએ તો વખાણ કરતાં કહ્યું હતું કે બન્ને મહારથી હેતલ ઠક્કર અને અરવિંદ વેગડાની છપ્પનની છાતી છે. તેમણે આ આયોજન સતત ત્રીજા વર્ષે પણ કર્યું હતું. અન્ય કલાકારોમાં દીપક ઘીવાલા, ભાવિની જાની, સિદ્ધાર્થ રાંદેરિયા, ડિરેક્ટર કેશવ રાઠોડ વગેરે હાજર રહ્યા હતા. ગયા વર્ષે પ્રોડ્યુસર-ડિરેક્ટર કેશવ રાઠોડે આ અવૉર્ડ સ્ટેજ પર સૂઈને વંદન કયાર઼્ હતાં, જ્યારે આ વર્ષે ઘણા કલાકારોએ આ અવૉર્ડને વધાવી લીધો હતો. પફોર્ર્મન્સની વાત કરીએ તો સંગીતકાર પાર્થ ભરત ઠક્કરે ‘મનમેળો...’ થકી શ્રોતાઓને આનંદિત કરી દીધા હતા.

villain

(ડાબેથી) દયાશંકર પાંડે, વિનોદ ગણાત્રા, કેતન શેઠ અને જિજ્ઞા ઠક્કર.

અલગ-અલગ ૨૪ કૅટેગરીમાં અપાયેલા અવૉર્ડમાં આ વર્ષે બેસ્ટ અભિનેતાનો અવૉર્ડ ‘નટસમ્રાટ’ ફિલ્મ માટે સિદ્ધાર્થ રાંદેરિયાને મળ્યો હતો, જ્યારે બેસ્ટ અભિનેત્રીનો અવૉર્ડ ‘શરતો લાગુ’ માટે દીક્ષા જોશીને મળ્યો હતો. ‘તત્વમસી’ પર આધારિત પ્રોડ્યુસર પરેશ વોરાની ફિલ્મ ‘રેવા’ને આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મનો અવૉર્ડ મળ્યો હતો. આ ઉપરાંત અન્ય અવૉર્ડ વિજેતા આ પ્રમાણે છે. બેસ્ટ એડિટર ઑફ ધ યર - ધર્મેશ પટેલ, પ્રમોદ કુંદર (ચલ મન જીતવા જઈએ), નેગેટિવ ઍક્ટર ઑફ ધ યર (ફીમેલ) - તસનીમ શેખ (નટસમ્રાટ), બેસ્ટ નેગેટિવ ઍક્ટર ઑફ ધ યર (મેલ) - જેમાં બે અવૉર્ડ ગયા હતા - અભિનય બૅન્કર (મિજાજ) અને દયાશંકર પાંડે (ભંવર), ફાઇટ માસ્ટર ઑફ ધ યર - પ્રતીક પરમાર (સૂર્યાંશ), બૅકગ્રાઉન્ડ સ્કોર ઑફ ધ યર - અમર ખાંધા (રેવા), બેસ્ટ સ્ક્રીનપ્લે ઑફ ધ યર - દીપેશ શાહ (ચલ મન જીતવા જઈએ), મ્યુઝિક ડિરેક્ટર ઑફ ધ યર - પાર્થ ભરત ઠક્કર (શરતો લાગુ), સિનેમૅટોગ્રાફર ઑફ ધ યર - સુરજ કુરાડે (રેવા), કોરિયોગ્રાફર ઑફ ધ યર - કૃણાલ સોની - કલર કલર... (છૂટી જશે છક્કા), મેલ પ્લેબૅક સિંગર ઑફ ધ યર - જિગરદાન ગઢવી - વાલમ આવો ને... (લવની ભવાઈ), ફીમેલ પ્લેબેક સિંગર ઑફ ધ યર - આરોહી મ્હાત્રે - કાળો ભમ્મરિયો..... (રેવા), ડાયલૉગ રાઇટર ઑફ ધ યર - દીપેશ શાહ (ચલ મન જીતવા જઈએ), લિરિસિસ્ટ ઑફ ધ યર - નિરેન ભટ્ટ - વાલમ આવોને..... (લવની ભવાઈ), સ્ટોરી ઑફ ધ યર - રાહુલ ભોલે, વિનીત કનોજિયા, ચેતન ધાનાણી (રેવા), સપોર્ટિંગ ઍક્ટર ઑફ ધ યર - ધર્મેન્દ્ર ગોહિલ (ચલ મન જીતવા જઈએ), સપોર્ટિંગ ઍક્ટ્રેસ ઑફ ધ યર - રૂપા બોરગાંવકર (રેવા), બેસ્ટ ડિરેક્ટર ઑફ ધ યર - દીપેશ શાહ (ચલ મન જીતવા જઈએ), બેસ્ટ આર્ટ ડિરેક્ટર ઑફ ધ યર - સત્યેન્દ્ર પરમાર, અદિતિ ઠાકોર, પુરુષોત્તમ કનીમ (ભંવર), GIFA ઍક્ટર ઇન કૉમિક રોલ - સ્મિત પંડ્યા (ફૅમિલી સર્કસ), GIFA ડેબ્યુ ઍક્ટર ઑફ ધ યર - નીલ ભટ્ટ (ભંવર), GIFA ડેબ્યુ ઍક્ટ્રેસ ઑફ ધ યર - જેમાં બે અવૉર્ડ ગયા હતા - આરતી નાગપાલ (ફેરાફેરી હેરાફેરી) અને શ્રેણુ પરીખ (લાંબો રસ્તો).

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK