કિરણ કુમારની અપકમિંગ ફિલ્મ 'બાપ રે'નું ટીઝર રિલીઝ

પિતા-પુત્રના સંબંધોની વાત કરશે ફિલ્મ બાપ રે'


behind he scene from baap re

'બાપ રે' ના શૂટિંગ દરમિયાનનો એક સીન

ફિલ્મ 'થઈ જશે' બાદ ડિરેક્ટર નિરવ બારોટ વધુ એક ફિલ્મ લઈને હાજર છે. ફિલ્મ 'થઈ જશે'માં શહેરમાં પોતાનું ઘર ખરીદવા પ્રયત્નો કરતા પરિવારની વાત હતી. આ વખતે નિરવ બારોટ એક પરિવારની જ વાત લઈને આવ્યા છે. નિરવ બારોટની આ અપકમિંગ ફિલ્મનું નામ છે 'બાપ રે'


behind the scene from baap re

'બાપ રે' ના શૂટિંગ દરમિયાનનો એક સીન

ડિરેક્ટર નિરવ બારોટની અપકમિંગ ફિલ્મ 'બાપ રે'નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે. ટીઝરમાં ફેમિલી વચ્ચેની કેમેસ્ટ્રી દેખાઈ રહી છે. એક પિતાનો પોતાના પુત્ર માટેનો પ્રેમ ફિલ્મના ટીઝરમાં દર્શાવાયો છે. આ ફિલ્મમાં કિરણકુમારની સાથે લીડમાં રોનક કામદાર, ક્રીના શાહ, કુમકુમદાસ અને મમતા ચૌધરી છે. ફિલ્મની સ્ક્રીપ્ટ, સ્ટોરી અને સ્ક્રીન પ્લે નિરવ બારોટે લખ્યો છે. ઉલ્લેખનીય છે કે નિરવ બારોટ 'થઈ જશે' જેવી સુંદર હિટ ફિલ્મ આપી ચૂક્યા છે.  નીચે ક્લિક કરીને જુઓ ટીઝર.



ડિરેક્ટર નિરવ બારોટના કહેવા પ્રમાણે, 'ફિલ્મ બાપ રે' એક ફેમિલીની સ્ટોરી છે. જેમાં પિતા સિદ્ધાંતવાદી છે. ફિલ્મ એક એવા પિતાની કહાની છે જે પોતાના પુત્રને એથિક્સ સમજાવે છે. ફિલ્મમાં ઈમોશન્સ છે, ડ્રામા છે અને કોમેડી પણ છે. સાથે જ માતા પિતાને કેવી રીતે ટ્રીટ કરવા તેનો સોશિયલ મેસેજ પણ છે.'


આ પણ વાંચોઃ ... તો શું 11 જાન્યુઆરીએ અટકી જશે સમય ?


ગુજરાતી ફિલ્મોમાં પોતાની બીજી ઈનિંગમાં કિરણ કુમાર 'ધંત્યા ઓપન' ફિલ્મ કરી ચૂક્યા છે. જે બાદ 'બાપ રે' તેમની બીજી ફિલ્મ છે. ફિલ્મ 'બાપ રે' અમદાવાદ પિક્ચર્સ અને એન્કોરા ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે.  DFM પ્રોડક્શને પ્રોડક્શન સંભાળ્યું છે. આ ફિલ્મ 2019માં રિલીઝ થશે.



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK