યુવાનોને મેસેજ આપતી ફૅમિલી ડ્રામા બલૂન ૧૪ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે

નવજોત સિંહ ચૌહાણ અને આરતી રાજપૂત આ ફિલ્મના લીડ ઍક્ટર્સ છે અને તેમની સાથે પ્રશાંત બારોટ અને સ્વાતિ દવે પણ જોવા મળશે

baloon poster

ફિલ્મ બલૂનનું પોસ્ટર



પરેશ બી. મહેતા


સુપરહિટ ફૅમિલી ડ્રામા ‘પોલમપોલ’ દ્વારા દર્શકોને મનોરંજન પૂરું પાડ્યા બાદ લેમનગ્રાસ પ્રોડક્શન્સ હવે ‘બલૂન’ લઈને આવી રહ્યું છે. આ એક સાફસૂથરી અને મેસેજ આપતી ગુજરાતી ફૅમિલી ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રની સાથે મુંબઈમાં પણ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને લેમનગ્રાસ પ્રોડક્શન્સનાં ગોપાલ દવે અને સંગીતા મિલન શાહ અને ફિલ્મ ‘અરમાન’ના મેકર્સ રેહાન ચૌધરી ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ દ્વારા રસેશ ડી. દેસાઈ ડિરેક્શનમાં એન્ટ્રી કરી રહ્યો છે. આ ફિલ્મના સ્ક્રીનપ્લે અને ડાયલૉગ પણ તેણે લખ્યા છે અને સાથે જ એનું એડિટિંગ પણ તેણે જ કર્યું છે.


આ પણ વાંચોઃ કિરણ કુમારની અપકમિંગ ફિલ્મ 'બાપ રે'નું ટીઝર રિલીઝ


નવજોત સિંહ ચૌહાણ અને આરતી રાજપૂત આ ફિલ્મના લીડ ઍક્ટર્સ છે અને તેમની સાથે પ્રશાંત બારોટ અને સ્વાતિ દવે પણ જોવા મળશે. આ ફિલ્મના મ્યુઝિક-ડિરેક્ટર્સ સમીર અને માના છે. શેમારુ એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ આ ફિલ્મના મ્યુઝિકને રિલીઝ કરશે. આ મ્યુઝિકલ-રોમૅન્ટિક ફિલ્મને ઓમ ડિસ્ટ્રિબ્યુટર્સના વિનય ચોકસી અને રૂપમ એન્ટરટેઇનમેન્ટના વંદન શાહ દ્વારા ડિસ્ટ્રિબ્યૂટ કરવામાં આવશે. લેમનગ્રાસ એન્ટરટેઇનમેન્ટ લિમિટેડની ફિલોસૉફી મુજબ આ વધુ એક ફૅમિલી એન્ટરટેઇનર ફિલ્મ છે. આ ફિલ્મને દાદા-દાદી તેમનાં દીકરા-દીકરી અને ગ્રૅન્ડ ચિલ્ડ્રન્સ સાથે બેસીને જોઈ શકે છે. આ ફિલ્મના પ્રોડ્યુસરના કહેવા મુજબ ‘અમારી ફિલ્મ ‘બલૂન’ યુવાનોને મેસેજ આપવાની સાથે દરેકને એન્ટરટેઇનમેન્ટ પણ પૂરું પાડશે. આ સાથે જ જનરેશનમાં ચેન્જ આવતાં માતા-પિતાએ તેમની સાથે કેવી રીતે રહેવું એ પણ તેમને શીખવા મળશે. નવી જનરેશનની લાઇફ-સ્ટાઇલમાં આવતા સતત બદલાવને કેવી રીતે અપનાવવા અને તેમને ગુજરાતી કલ્ચર અને ભાષાનું મહત્વ કેવી રીતે શીખવવું એ આ ફિલ્મ દ્વારા જાણવા મળશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK