બલૂન એક ડિલાઇટફુલ ગુજરાતી રોમૅન્ટિક ડ્રામા છે


શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોની સાથે ક્રિટિક્સે પણ ખૂબ જ પસંદ કરી છે

ballooon

ગયા શુક્રવારે રિલીઝ થઈ છે ફિલ્મ 'બલૂન'



પરેશ બી. મહેતા


ગયા શુક્રવારે રિલીઝ થયેલી મ્યુઝિકલ રોમૅન્ટિક ડ્રામા ‘બલૂન’ને દર્શકો અને ક્રિટિક્સ દ્વારા પૉઝિટિવ રિવ્યુ મળ્યા હોવાથી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ સારી વાત છે. આ ફિલ્મને ‘ખાસ જોવા જેવી ફૅમિલી ડ્રામા ફિલ્મ...’ અને ‘તમારા પૅશનને ખૂબ જ લગનની સાથે ફૉલો કરો...’ જેવા રિવ્યુઝ મળ્યા છે. સૌથી બેસ્ટ રિવ્યુ એક ઑનલાઇન પોર્ટલ દ્વારા મળ્યો હતો જેના પ્રમાણે આ ‘ગુજરાતી કલ્ચરનો અદ્ભુત રીતે સમાવેશ કરતી એક રિફ્રેશિંગ સ્ટોરી છે.’

આ ફિલ્મમાં નવજોત સિંહ ચૌહાણ દ્વારા ભજવવામાં આવેલા પાત્ર યુવાન સિંગર મલ્હારની મ્યુઝિકલ જર્નીને દેખાડવામાં આવી છે, જે એક સ્ટાર સિંગર બનવા માગતો હોય છે. આ ફિલ્મમાં તેના પપ્પા તેના દીકરામાં સિંગર બનવાની એટલી ધગશ નથી જોતા અને તેને બૅન્કની સિક્યૉર જૉબ પસંદ કરવા કહે છે. આ યુવાન છોકરો મૅચ્યોર છોકરી પ્રજ્ઞાના પેમમાં પડે છે, જેનું પાત્ર આરતી રાજપૂતે ભજવ્યું છે. પ્રજ્ઞા તેની લાઇફને લઈને ખૂબ જ ફોકસ્ડ હોય છે અને તેમની મૉડર્ન-ડે લવ-સ્ટોરીને ખૂબ જ સુંદર રીતે દેખાડવામાં આવી છે. આ છોકરીના સેલ્ફ-કૉન્ફિડન્સ અને સંકલ્પ મલ્હારને કેવી રીતે સિંગર બનવામાં પ્રોત્સાહન પૂરું પાડે છે એ દેખાડવામાં આવ્યું છે. ‘બલૂન’ને ખૂબ જ સારા રિવ્યુ મળ્યા છે અને એના અદ્ભુત સ્ક્રીનપ્લેને કારણે દરેક વ્યક્તિને ખૂબ જ પસંદ પડી છે. આ ફિલ્મની ક્રેડિટ રસેશ દેસાઈના અદ્ભુત ડિરેક્શનને જાય છે જેણે યુવાન કપલની સ્ટોરીને ખૂબ જ સુંદર રીતે દેખાડી છે.


આ પણ વાંચોઃ અનોખા નામવાળી ગુજરાતી ફિલ્મ મિડનાઇટ્સ વિથ મેનકા


યુવાનો માટે મેસેજ આપતી આ ફિલ્મ ફૅમિલી ઑડિયન્સને પણ મનોરંજન પૂÊરું પાડવામાં સફળ બની છે. આજના યુવાનની ફાસ્ટ લાઇફની સાથે આ ફિલ્મમાં ગુજરાતી કલ્ચરને પણ અદ્ભુત રીતે વણી લેવામાં આવ્યું છે.

લેમનગ્રાસ પ્રોડક્શન્સનાં ગોપાલ દવે અને સંગીતા મિલન શાહ અને રેહાન ચૌધરી ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘બલૂન’ અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત અને ગુજરાતનાં અન્ય સ્થળોએ હાઉસફુલ જઈ રહી છે. મુંબઈના દર્શકોએ પણ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK