જાણો યુવરાજ પર કેમ તુટી પડ્યા સમર્થકો

સોશિયલ મીડિયા પર ક્રિકેટરને તેના ફેન્સે બરાબરનો ધિબેડી નાખ્યો

 

yuvraj singh


ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે દિવાળી પર ફટાકડા ન ફોડવાની અપીલ કરી છે. યુવરાજે રવિવારે ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કરીને આ અપીલ કરી પોતાના ફૅન્સને આતશબાજીથી દૂર રહેવાની વિનંતી કરી હતી. સોમવારે જ સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ફટાકડાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. યુવરાજે વિડિયોમાં કહ્યું હતું કે આ વખતે ફટાકડા ન ફોડો, પ્રદૂષણમુક્ત દિવાળી ઊજવો. યુવરાજે મેસેજમાં ગયા વર્ષે દિવાળી દરમ્યાન તેને થયેલી મુશ્કેલીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘હવા એટલી ખરાબ હતી કે હું મારા ઘરની બહાર પણ નીકળી નહોતો શક્યો. આપણા મિત્રો, પેરન્ટ્સ અને તમામ માટે આ હવા ખૂબ જ ખતરનાક હતી. એથી બહુ જરૂરી છે કે આ વર્ષે આપણે બધા જવાબદારી ઉઠાવીએ. આ પ્રકાશનો ઉત્સવ છે તો આ વર્ષે આપણે ફટાકડાને બદલે દીવો પ્રગટાવીએ. પ્રેમ અને આનંદ વહેંચીએ.’

યુવરાજના આ સંદેશ બાદ ઘણા લોકો તેનાથી ઘણા નારાજ છે. કોઈકે એને લાકડાને બદલે પ્લાસ્ટિકની બૅટ વાપરવાની સલાહ આપી જેથી વૃક્ષને કાપવું ન પડે તો કોઈકે પૂછ્યું શું તે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio