હવે વરસાદને કારણે નહીં રદ થાય મૅચ

સમગ્ર મેદાનને ઢાંકી શકાય એવા વિશાળ ટેન્ટની નવી ટેક્નિક લંડનમાં વિકસાવવામાં આવી રહી છે

 

rain cricket

ક્રિકેટમાં વરસાદને કારણે મૅચ રદ થવાને કારણે સમર્થકો ઘણા નિરાશ થઈ જાય છે, પરંતુ હવે એક આધુનિક ટેક્નિકથી આ સમસ્યાનો ઉકેલ લાવવાની દિશામાં કામ શરૂ થયું છે. ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓ વિશાળ ટેન્ટ લગાવવાની યોજના પર વિચાર કરી રહ્યા છે, જેને લીધે વરસાદને કારણે મૅચ રોકાશે નહીં. એક અમેરિકન કંપનીએ ક્રિકેટ બોર્ડ સાથે સંપર્ક કર્યા બાદ મેદાન પર નેટ લગાવવાને લઈને રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. ક્રિકેટ બોર્ડે આ મામલે મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (MCC) સાથે પણ વાતચીત કરી છે.

ફ્લડલાઇટ્સની દોરીઓની મદદથી એક પારદર્શક નેટને જોડવામાં આવશે, જેને વચ્ચે લગાવીને ગરમ હવાનો મોટો ફુગ્ગા થશે, જેને કારણે ટેન્ટ જેવી આકૃતિ બનશે. આ ટેક્નૉલૉજીને વાસ્તવિકતામાં પરિવર્તિત થતાં ઓછામાં ઓછાં બે વર્ષનો સમય લાગશે, કારણ કે એમાં સૌથી મોટી સમસ્યા જોરથી ફૂંકાતા પવનમાં એને સલામત રાખવો અને પાણીના વહેણનું નિયંત્રિત કરવાની છે.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio