“સિક્સરો તો હું બચપણથી ફટકારું છું”

બિગ હિટિંગ માટે ફેમસ થઈ ગયેલો હાર્દિક પંડ્યા કહે છે...

 

hardik pandya


સિક્સરો ફટકારવાની પોતાની આવડત અને ખાસિયતને લીધે આકર્ષણનું કેન્દ્ર બની ગયેલો હાર્દિક પંડ્યા કહે છે કે આ કંઈ એવી સ્કિલ નથી જે મેં રાતોરાત મેળવી હોય, હું તો બચપણથી જ છક્કાઓ ફટકારું છું.

ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં બે વાર પોતાના બિગ હિટિંગ દ્વારા હાર્દિક પંડ્યાએ ભારતને મૅચો જિતાડી આપી છે.

ચેન્નઈમાં પહેલી વન-ડેમાં લેગ-સ્પિનર ઍડમ ઝૅમ્પાની હાર્દિકે ખબર લઈ નાખી હતી અને સોમવારે ઇન્દોરમાં તેણે વારો કાઢ્યો લેફ્ટ-આર્મ સ્પિનર ઍશ્ટન ઍગરનો.

હાર્દિકને જ્યારે પૂછવામાં આવ્યું કે ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે ફટકારેલા ધુંઆધાર ૭૬ રન તેના માટે ટર્નિંગ પૉઇન્ટ જેવા હતા કે કેમ ત્યારે તેણે કહ્યું કે ‘તમે એ રીતે વિચારવા માગતા હો તો ભલે વિચારો, મને કોઈ પ્રૉબ્લેમ નથી. ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં હું IPLમાં પણ સારું રમેલો. ગયા વર્ષની IPL મારા માટે ગ્રેટ નહોતી એટલે આ વખતે મેં સતત મહેનત કરી અને ફૉર્મ પાછું મેળવ્યું. અને સિક્સરો તો હું પહેલાં પણ મારતો હતો, ફરક એટલો છે કે હવે હાયર લેવલ પર ફટકારું છું.’

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio