કુલદીપનો સામનો કરતી વખતે મારું મગજ બહેર મારી ગયેલું : ફિન્ચ

ઑસ્ટ્રેલિયાના ઓપનરે કહ્યું કે વિશ્વના શ્રેષ્ઠ બૅટ્સમેનોમાંના એક સ્મિથની ખોટ વર્તાઈ

 

finch


ઑસ્ટ્રેલિયાના ઓપનિંગ બૅટ્સમૅન ઍરોન ફિન્ચે કહ્યું હતું કે કાંડાના સ્પિનર કુલદીપ યાદવનો સામનો કરતી વખતે મારું મગજ થોડા સમય માટે બહેર મારી ગયું હતું અને હું આઉટ થયો હતો. શનિવારે રમાયેલી T20 સિરીઝની પહેલી મૅચમાં ફિન્ચ આઉટ થતાં ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સ વિખેરાઈ ગઈ હતી અને ભારતે એ મૅચ ડકવર્થ-લુઇસ પદ્ધતિ મુજબ ૯ વિકેટે જીતી લીધી હતી. વન-ડે સિરીઝની જેમ ફિન્ચ પણ લયમાં દેખાતો હતો. એ મૅચમાં ૪૨ રન પર આઉટ થતાં પહેલાં ફિન્ચે પાંચ સ્વીપ શૉટ ફટકાર્યા હતા, પરંતુ યાદવનો એક ફુલ લેંગ્થ બૉલ તે ચૂકી ગયો અને બોલ્ડ થઈ ગયો હતો.

ફિન્ચ આઉટ થતાં ઑસ્ટ્રેલિયાનો મિડલ ઑર્ડર ધરાશાયી થઈ ગયો હતો. વરસાદને કારણે મૅચ મોકૂફ રહેતાં ટીમે ૧૧૮ રન કર્યા હતા. ફિન્ચે કહ્યું હતું કે ‘જે બૉલમાં હું આઉટ થયો હતો એમાં બૉલને ફટકારવાને બદલે સ્વીપ કરવાનો વિકલ્પ વધુ સુરક્ષિત હતો. એ પિચ પર અસામાન્ય ઉછાળ હતો. ખભામાં થયેલી ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થયેલા કૅપ્ટન સ્ટીવન સ્મિથની ખોટ પણ વર્તાઈ હતી. તે ત્રણેય ફૉર્મેટમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બૅટ્સમેનો પૈકીનો એક છે. જો તે ટીમમાં હોત તો સારું થાત.’

સ્મિથની ગેરહાજરીમાં ડેવિડ વૉર્નરે ટીમની કૅપ્ટન્સી સંભાળી હતી. ફિન્ચે કહ્યું હતું કે ‘૬ ઓવરમાં ૪૮ રનનો બચાવ કરતી વખતે તેણે સારી કૅપ્ટન્સી કરી હતી. વૉર્નરને અહીં રમવાનો અને IPLમાં કૅપ્ટન્સીનો ઘણો અનુભવ છે. તે દબાણમાં પણ શાંત રહે છે.’

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio