આઇટીસી અને એચડીએફસી ટ્વિન્સની નરમાઈથી બજારમાં ઘટાડો જારી

તમામ શૅરના સુધારા સાથે મેટલ ઇન્ડેક્સ દોઢ ટકા વધ્યો : રિયલ્ટીમાં રમખાણ, એફએમસીજી ઇન્ડેક્સ પણ ડાઉન : બેન્કિંગ શૅરમાં એકંદરે સુધારાતરફી માહોલ, સિમેન્ટ ઉદ્યોગમાં મિશ્ર વલણ

એફઍન્ડઓની રસાકસી અને નફાવસૂલીથી માર્કેટ ડાઉન

ઇન્ટ્રા-ડે સેન્સેક્સમાં ૩૦,૧૮૪ અને નિફ્ટીમાં ૯૩૬૭ની નવી ઐતિહાસિક ટોચ બની : મિડ કૅપ અને સ્મૉલ કૅપ સ્ટૉકમાં ભારે વેચવાલીની દહેશત, ઑટો શૅરમાં નરમાઈ : એસ. ચાંદ ઍન્ડ કંપનીનો પબ્લિક ઇશ્યુ ઓવર-સબસ્ક્રાઇબ થયો

સેન્સેક્સ અને નિફ્ટી એકસાથે નવી વિક્રમી ટોચે બંધ

મિડ કૅપ અને સ્મૉલ કૅપમાં પ્રૉફિટ-બુકિંગથી ઇન્ડેક્સ રેડ ઝોનમાં બંધ : અદાણી ગ્રુપના તમામ શૅર તૂટ્યા, અદાણી પોર્ટ્સ સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર રહ્યો : નફાવસૂલીથી માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ ને માર્કેટકૅપમાં ઘટાડો થયો

નિફ્ટી પ્રથમ વાર ૯૩૦૦ની વિક્રમી ટોચે બંધ રહેવામાં સફળ

બીએસઈની માર્કેટકૅપ વધીને ૧૨૫.૫૩ લાખ કરોડ રૂપિયાની નવી ઊંચાઈએ : પ્રોત્સાહક પરિણામની હૂંફે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નવ વર્ષના ઊંચા સ્તરે પહોંચ્યો : વૈશ્વિક શૅરબજારોમાં સુધારો, ડૉલર સામે રૂપિયાની આગેકૂચ જારી રહી

રિલીફ-રૅલીમાં શૅરબજાર ૨૯૦ પૉઇન્ટ વધ્યું

બીએસઈની માર્કેટ-કૅપ ૧.૦૭ લાખ કરોડ વધીને ૧૨૪.૪૧ લાખ કરોડની નવી ઊંચાઈએ :  હેલ્થકૅરને બાદ કરતાં તમામ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ, માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ રહી : સતત બીજા દિવસે તેજીની ચાલમાં એચડીએફસી બૅન્કનો શૅર વર્ષની ટોચે પહોંચ્યો : નિફ્ટીમાં ૯૮ પૉઇન્ટની રિકવરી, એનએસઈ વધુ ૧૯ કંપનીઓને ડીલિસ્ટ કરશે

શું બજાર વધુપડતું વધી ગયું છે? તો શું ઘટવાની રાહ જુઓ છો?

ભવિષ્યમાં રંજ ન રહી જાય એ માટે અત્યારે નિર્ણય લેવામાં સાર છે, પરંતુ લૉન્ગ ટર્મનું લક્ષ્ય રાખીને જોખમની ગણતરી સાથે સિલેક્ટિવલી આગળ વધવું જોઈશે

ફાર્મા, એફએમસીજીની નરમાઈથી બજારમાં પીછેહઠ

માર્કેટ-બ્રેડ્થમાં ભારે રસાકસી, શુગરમાં આગેકૂચ જારી : ઊંચા પ્રોવિઝન છતાં એચડીએફસી બૅન્કનો શૅર વધ્યો : સ્પાઇસ જેટનો શૅર ચાલુ વર્ષે ૯૩ ટકા વધ્યો : સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં રિઝલ્ટ્સ જાહેર થશે

સેન્સેક્સમાં આઇટી શૅરની હૂંફમાં રિકવરી જોવા મળી

આઇટી શૅરના સુધારાથી સેન્સેક્સને ૩૬ પૉઇન્ટનો ફાયદો : બૅન્કિંગ સેક્ટરના ૩૩ શૅર વધ્યા, પણ બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટીમાં ઘટાડો : બોનસ શૅરની આશામાં કિટેક્સ ગાર્મેન્ટ્સમાં ૨૦ ટકાનો ઉછાળો

સુસ્ત કામકાજ વચ્ચે નિફ્ટી ઘટીને ૯૧૦૦ના મથાળે બંધ

પૉઝિટિવ માર્કેટકૅપ સાથે બીએસઈ ખાતે ૧૮૦ જેટલા શૅર વર્ષની ટોચે ગયા : રિયલ્ટી ને પાવર ઇન્ડેક્સમાં રિકવરી જોવા મળી : મોટા ભાગનાં એશિયન શૅરબજારોમાં પણ નેગેટિવ ટ્રેન્ડ

ટીસીએસનાં પરિણામે પહેલાં બજારમાં ભારે નફાવસૂલી

ચોમાસું સામાન્ય રહેવાના અહેવાલે માર્કેટનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું : સાર્વત્રિક વેચવાલીના દબાણમાં શૅરબજાર સળંગ ચોથા દિવસે રેડ ઝોનમાં બંધ : ભારે વૉલ્યુમ સાથે અદાણી એન્ટરપ્રાઇઝિસ વર્ષની નવી ટોચે : રિયલ્ટીમાં પ્રત્યાઘાતી ઘટાડો, મેટલ સ્ટૉક્સમાં મંદી યથાવત : માર્કેટકૅપની રીતો એસબીઆઇ સૌથી વધુ મૂલ્યવાન સરકારી કંપની બની

પરિણામ પૂર્વે ટીસીએસમાં સાવચેતી સાથે નરમાઈનો માહોલ

રિયલ્ટી ઇન્ડેક્સમાં ૮.૮ ટકાનો ઉછાળો, નિફ્ટી રિયલ્ટી બે વર્ષની ટોચે : ડાઇવેસ્ટ માટે પસંદ થયેલા પીએસયુ સ્ટૉકમાં પ્રૉફિટ-બુકિંગ : એનપીએની ચિંતામાં બૅન્કિંગ સ્ટૉકમાં બેરિશ વલણ

શું આ સમયમાં બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે હજી રાહ જોવી જોઈએ?

વિવિધ બહાનાં કે દલીલો કરીને આપણે જાતને મનાવતા રહીએ છીએ કે આટલું થઈ જવા દો, પછી રોકાણ કરીશું પણ આમ રોકાણ કરવાનો નિર્ણય ટાળતા રહીને આપણે શું ગુમાવતા રહીએ છીએ એ સત્ય દરેક જણ અગાઉના ઇન્ડેક્સ અને અત્યારના ઇન્ડેક્સને જોઈને પોતે જ જાણી-સમજી શકે

ઇન્ફીના નબળા ગાઇડન્સથી માર્કેટનું સેન્ટિમેન્ટ બગડ્યું

આઇટી, ટેક, મેટલ ઇન્ડેક્સમાં અઢી ટકાથી વધુની ખરાબી : અદાણી પાવરનો શૅર સતત ત્રીજા દિવસે ઘટ્યો : ટેલિકૉમ અને શુગર સ્ટૉકમાં પ્રત્યાઘાતી ઘટાડાની ચાલ

ઇન્ફીનાં પરિણામો ને આઇઆઇપી ડેટા પહેલાં શૅરબજારમાં સાવચેતી

નીચા મથાળે લેવાલીથી શુગર સ્ટૉક રિકવર થયા : રિઝલ્ટ પહેલાં ઇન્ફીનો શૅર નામ માત્ર વધ્યો, આઇટી-ટેક ઇન્ડેક્સ નરમ : મર્જરના પગલે કેઇર્ન ઇન્ડિયા અને વેદાન્તના શૅરમાં સુધારો

સેન્સેક્સમાં ૨૧૩ પૉઇન્ટની રિકવરી નિફ્ટી ફરી ૯૨૦૦ ઉપર બંધ

સુપ્રીમ કોર્ટના આંચકાથી અદાણી પાવર અને તાતા પાવરની લાઇટ કટ થઈ : બીએસઈની માર્કેટ વધીને ૧૨૪ લાખ કરોડની નજીક પહોંચી : પરિણામ પૂર્વે ઇન્ફોસિસમાં દોઢ ટકાનો સુધારો જોવા મળ્યો

વૈશ્વિક અશાંતિ અને કંપની પરિણામની ચિંતાથી બજારમાં ઘટાડો જારી

બીએસઈની માર્કેટકૅપ વધીને ૧૨૩.૨૮ લાખ કરોડની ટોચે : બૅન્કિંગ શૅરમાં એકંદરે મજબૂત વલણ, મેટલમાં પણ મજબૂતી :  લિકર સ્ટૉકમાં મંદી યથાવત, મિડ-સ્મૉલકૅપ ઇન્ડેક્સ વધ્યા

Joomla SEF URLs by Artio