GST પહેલી જુલાઈથી અમલી બનશે તો પણ એને વ્યવહારુ બનતાં ઘણી વાર લાગશે

GSTનો અમલ પહેલી જુલાઈથી મોડો થવાની ભીતિ ભલે સેવાતી હોય, પરંતુ આ કરવેરો જ્યારથી લાગુ થશે ત્યારથી એનું કામ પાકા પાયે કરવામાં આવેલું હશે એ વાત સાંત્વન આપનારી છે.

મહારાષ્ટ્રની નગરપાલિકાઓની ચૂંટણીઓ અને પ્રજા સરકાર પક્ષે હોવાનો પુરાવો છે

રિઝર્વ બૅન્ક, ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી અને નીતિ આયોગે સાથે મળીને ડીમૉનેટાઇઝેશનની આડઅસરનું એક રિસર્ચ-પેપર તૈયાર કરવું જોઈએ. ડીમૉનેટાઇઝેશનના ફાયદા તો છે જ, પણ એ હજી વૃક્ષ પરના હાઈ-હૅન્ગિંગ ફળ જેવા છે. પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો અર્થતંત્રના કૂટપ્રશ્નોને સરળ કરશે કે વધારે જટિલ બનાવશે એ તો આવનારો સમય જ કહી શકે

રિઝર્વ બૅન્કના અભિગમનો બદલાવ આશ્ચર્ય સર્જે છે

બદલાતા વિશ્વના સંદર્ભમાં પૉલિસી રેટનો ઘટાડો આત્મઘાતી નીવડી શકે, અર્થતંત્રના વર્તમાને સારાં પરિબળો સામે ઝૂકી જવાને બદલે આવતા છ-આઠ મહિનામાં એમાં કેવો બદલાવ આવી શકે એ અને વિશ્વના નાણાબજારની આપણા આર્થિક વિકાસ અને ભાવવધારા પર સંભવિત કેવી અસર પડે એને કેન્દ્રમાં રાખીને આપણી રિઝર્વ બૅન્કે ફરી એક વાર એની દૂરંદેશી અને ર્દીઘદૃષ્ટિનો અહેસાસ કરાવ્યો છે

વર્ષ ૨૦૧૭માં રોજગારી જ ભારત સરકારનો અગ્રક્રમ હોવો જોઈએ

વડા પ્રધાને ૫૦ દિવસના અંતે કરેલું રાષ્ટ્રજોગ સંબોધન પ્રજાને ડીમૉનેટાઇઝેશનનું પગલું જરૂરી હોવાની ખાતરી કરાવવાને બદલે નાણાપ્રધાનના અંદાજપત્રની સ્ક્રિપ્ટ જેવું રહ્યું. લોકોની યાતનાઓનો અંત આવે અને સરકાર પરનો ભરોસો બની રહે એ માટે મોદી સરકારની એકમાત્ર પ્રાયોરિટી હોવી જોઈએ જોબ ક્રીએશન. પ્રજા માટે અચ્છ દિનનો એ એકમાત્ર રામબાણ ઉપાય છે. સરકારની ખરી કસોટીના દિવસો હવે શરૂ થાય છે

નોટબંધીની યાતનાના ૫૦ દિવસ પછીની જાહેરાતો: થોકબંધ આશાઓ-અપેક્ષાઓ પૂરી થશે?

ખેડૂતોને મોટો લાભ મળવાની આશા, નોકરિયાતોને ઇન્કમ-ટૅક્સમાં મુક્તિની અપેક્ષા, વેપારીઓને બ્યુરોક્રસીની તાનાશાહીમાંથી મુક્તિ મળવાની આશા : ૫૦ દિવસ સુધી આમ જનતાએ સહન કરેલી પરેશાનીઓનું તગડું વળતર જો નહીં મળે તો વિસ્ફોટક સ્થિતિ ઊભી થવાનો ભય

મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણકારો ઑફર-ડૉક્યુમેન્ટ વાંચ્યા પછી જ ઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય લે એવું અપેક્ષિત હોય છે

હાલમાં રોકાણ વિશેના એક સેમિનારમાં મને એક વ્યક્તિએ પૂછેલો સવાલ અગત્યનો હોવાથી આજે આપણે અહીં એના વિશે વાત કરી લઈએ.

નોટબંધીની દેખાતી અસરથી ગ્રામ્ય અને કૃષિ અર્થતંત્ર ખતમ થવાનો ભય

ગ્રામ્ય સ્તરે બૅન્કોનું નેટવર્ક અત્યંત નબળું હોવાથી ખેડૂતો દ્વારા થતો કૃષિવ્યાપાર હજી ઠપ : દેશનું મુખ્ય અર્થતંત્ર ખેતીઆધારિત હોવાથી રોજબરોજના વ્યવહારમાં નવો પૈસો આવતો બંધ થયો : શહેરી શિક્ષિત વર્ગ માટે નોટબંધી અનેક રીતે ફાયદારૂપ, પણ અશિક્ષિત ગ્રામ્ય વર્ગ માટે નોટબંધી દોજખ સમાન

મ્યુચ્યુઅલ ફન્ડની નવી ઑફરોની લાઇન લાગશે

અનેક વરાઇટીવાળી સ્કીમ્સની ઑફર આવી રહી છે, રોકાણકારો પોતાના ધ્યેય અને સમયગાળાને ધ્યાનમાં રાખી પ્લાન કરે એ જરૂરી : નાના-નવા માટે વિશેષ તક

ફુગાવાનો ને ઔદ્યોગિક ઉત્પાદનનો ઘટાડો રિઝર્વ બૅન્ક માટે ડિસેમ્બરમાં રેટ-કટનો અવકાશ ઊભો કરે છે

દેશને વિશ્વના મુખ્ય દેશોમાં સૌથી વધુ ઝડપી આર્થિક વિકાસનું બિરુદ મળ્યું હોવા છતાં ઔદ્યોગિક ઉત્પાદનના નબળા દેખાવને ધ્યાનમાં રાખી, ભાવવધારાની ચિંતા સાથે વિકાસને પણ પ્રાધાન્ય આપ્યું અને પૉલિસીનું ગિયર બદલ્યું એને રિઝર્વ બૅન્કનો વ્યવહારુ અભિગમ ગણી શકાય

મ્યુચ્યુઅલ ફન્ડમાં 8 વરસ રોકાણ જાળવી રાખનાર લોકોનાં નાણાં ડબલ

૨૦૦૮માં લીમન બ્રધર્સની ક્રાઇસિસથી લઈ ૨૦૧૬ સુધીમાં મ્યુચ્યુઅલ ફન્ડની વિવિધ યોજનામાં ૮૦ ટકાથી ૨૩૦ ટકા જેટલું વળતર ઊપજ્યું, પણ જેઓ ટકી રહ્યા તેમને જ આ લાભ મળી શક્યો

ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની જાહેરાત કરાઈ કંઈ ન કરો તો પણ થવાની

ખેતીનો ખર્ચ અને મોંઘવારી જોતાં એની આવક આપોઆપ વધી રહી છે, ખેડૂતોનો નફો વધારી આપવાનું વચન આપો તો જ તેમને લાભ મળી શકે : નૅશનલ સૅમ્પલ સર્વે અનુસાર ૨૦૦૨-’૦૩થી ૨૦૧૨-’૧૩ દરમ્યાન ખેડૂતોની આવકમાં ત્રણગણો વધારો થયો હતો : આ ગતિએ તો સાત વર્ષમાં ખેડૂતોની આવક આપોઆપ બમણી થઈ જશે! એમાં નવું શું? : રિયલ ટર્મમાં નફાની ગણતરી કરીને આવક બમણી કરવી હોય તો ઍગ્રી ગ્રોથ-રેટ દર વર્ષે ૧૪ ટકા રહેવો જોઈએ, જે કોઈ કાળે શક્ય નથી

શૅરબજારમાં વિદેશી નાણાં આવવાની વધી ગયેલી સંભાવના

ભારતીય ઇક્વિટી બજારમાં જોરદાર તેજી આવ્યા બાદ સહભાગીઓ પ્રૉફિટ- બુકિંગની તક છોડવા માગતા ન હોવાથી શુક્રવારે બજાર ઘટ્યું હતું.

Joomla SEF URLs by Artio