પદ્માવતીના સેટ પર રણવીરને માથામાં થઈ ઈજા

સારવાર બાદ સેટ પર પહોંચીને શૂટિંગ પૂરું કર્યું

ranveer

રણવીર સિંહને ‘પદ્માવતી’ના શૂટિંગ દરમ્યાન માથા પર ઈજા થતાં તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. રણવીર હાલમાં ‘પદ્માવતી’ના ક્લાઇમૅક્સનું શૂટિંગ કરી રહ્યો હતો અને એ દરમ્યાન તેને ઈજા થઈ હતી. તે તેના પાત્રમાં એટલો ખોવાયેલો હતો કે તેને માથા પર ઈજા થઈ એની તેને ખબર પણ નહોતી પડી. જ્યારે શૂટિંગ માટે કટ કહેવામાં આવ્યું ત્યારે તેને અહેસાસ થયો હતો કે તેને માથા પર ઈજા થઈ છે. તેના માથામાંથી ઘણું લોહી નીકળી રહ્યું હોવાથી તેને સેટ પર પહેલાં બેઝિક મેડિકલ સેવા આપવામાં આવી હતી. ત્યાર બાદ તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેના માથા પર સ્ટિચિસ પણ લેવામાં આવ્યા હતા એવી વાતો ચાલી રહી છે. હૉસ્પિટલમાં તેની સારવાર બાદ રણવીર સીધો સેટ પર પહોંચ્યો હતો અને તેણે બાકીનું શૂટિંગ પૂરું કર્યું હતું.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio