જાણો કેમ બર્થ-ડેની સાથે દિવાળી પણ સેલિબ્રેટ નહીં કરે બિગ બી?

અમિતાભ બચ્ચન તેમના બર્થ-ડેની સાથે આ વર્ષે દિવાળી પણ સેલિબ્રેટ નહીં કરે.

amitabh

૧૧ ઑક્ટોબરે બિગ બી ૭૫ વર્ષના થઈ રહ્યા છે અને તેમ છતાં તેઓ કોઈ સેલિબ્રેશન નહીં કરે. આ વિશે બિગ બીએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘મારી ૭૫મી વરસગાંઠના સેલિબ્રેશનની કોઈ શક્યતા જ નથી. એ દિવસે હું મુંબઈમાં જ નથી. લોકો જુદી-જુદી વાતો કરી રહ્યા છે. જોકે હકીકત એ જ છે કે હું બર્થ-ડે જ નહીં, દિવાળી પણ સેલિબ્રેટ નથી કરવાનો.’

બિગ બીએ તેમનો બર્થ-ડે સેલિબ્રેટ નહીં કરવાનું તો કારણ નથી જ જણાવ્યું, પરંતુ દિવાળી પણ સેલિબ્રેટ કેમ નહીં કરે એ વિશે પણ કંઈ જણાવ્યું નથી. બની શકે કે ઐશ્વર્યા રાય બચ્ચનના પપ્પા માર્ચમાં મૃત્યુ પામ્યા હોવાથી તેઓ સેલિબ્રેટ કરવા નહીં ઇચ્છતા હોય.

બિગ બીના ટ્વિટર પર ત્રણ કરોડ ફૉલોઅર્સ


અમિતાભ બચ્ચનના ટ્વિટર પર ત્રણ કરોડ ફૉલોઅર્સ થઈ ગયા છે. બૉલીવુડની સેલિબ્રિટીઝમાં બિગ બી સૌથી આગળ છે, પરંતુ ભારતની તમામ હસ્તીઓમાં તેઓ બીજા ક્રમે છે. નરેન્દ્ર મોદીના ટ્વિટર પર ૩.૫૧ કરોડ ફૉલોઅર્સ છે. ત્યાર બાદ બિગ બી ત્રણ કરોડ ફૉલોઅર્સ સાથે બીજા ક્રમે છે. આ વિશે બિગ બીએ ટ્વીટ કર્યું હતું કે ‘T20માં ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવ્યું. પિન્ક પૅન્થર્સનો અદ્ભુત વિજય. વરસાદને કારણે શૂટ થયું કૅન્સલ. ટ્વિટર પર ત્રણ કરોડ ફૉલોઅર્સ અને તમારી માહિતી માટે કે આ વર્ષે દિવાળી પણ હું સેલિબ્રેટ નથી કરવાનો.’

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio