ગોલમાલ ફિલ્મનું નામ કેવી રીતે રાખવામાં આવેલું?

‘ગોલમાલ’ સિરીઝ ખૂબ જ હિટ રહી છે અને એની ચોથી ફિલ્મ ‘ગોલમાલ અગેઇન’ દિવાળી પર રિલીઝ થઈ રહી છે.

 

golmaal

હર્ષ દેસાઈ

‘ગોલમાલ’ સિરીઝ ખૂબ જ હિટ રહી છે અને એની ચોથી ફિલ્મ ‘ગોલમાલ અગેઇન’ દિવાળી પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં ખૂબ જ ગોલમાલ ચાલતી હોવાથી એનું નામ ‘ગોલમાલ’ રાખવામાં આવ્યું હોય એવું લોકોનું માનવું હશે. જોકે વાસ્તવિકતા ખૂબ જ અલગ છે. ‘ગોલમાલ અગેઇન’માં પરિણીતી ચોપડા પણ જોવા મળી રહી છે. શનિવારે મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વિશે પરિણીતીએ કહ્યું હતું કે ‘હું ‘ગોલમાલ’ની ખૂબ જ મોટી ફૅન છું. જોકે ‘ગોલમાલ અગેઇન’ના શૂટિંગ દરમ્યાન એનું નામ કેવી રીતે રાખવામાં આવ્યું હતું એ જાણીને મને ખૂબ જ નવાઈ લાગી હતી. ‘ગોલમાલ’માં અજય દેવગનનું નામ ગોપાલ, તુષાર કપૂરનું નામ લકી, અર્શદ વારસીનું નામ માધવ અને શર્મન જોશીનું નામ લક્ષ્મણ હોય છે. આ ચારેયના પહેલા અક્ષરને લઈને ‘ગોલમાલ’ નામ રાખવામાં આવ્યું હતું. મને લાગે છે કે હવે હું પણ આ ફિલ્મમાં આવી ગઈ હોવાથી ફિલ્મનું નામ બદલવું જોઈએ.’

પરિણીતીને જવાબ આપતાં રોહિત શેટ્ટીએ મજાકમાં કહ્યું હતું કે અમે ફિલ્મનું નામ ‘ગોલગપ્પા’ રાખવાનું વિચારી રહ્યા છીએ.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio