સુઝૅનના કહેવાથી કંગનાની વિશે હૃતિકે તોડી ચૂપકી?

હૃતિક રોશને ઓપન લેટર લખ્યા બાદ દિયા મિર્ઝા, ફરહાન અખ્તર, યામી ગૌતમ અને ટ્વિન્કલ ખન્ના જેવી ઘણી સેલિબ્રિટીઝ તેના સપોર્ટમાં આવી છે. ફરહાન અને યામીએ પણ તેના સપોર્ટમાં ઓપન લેટર લખ્યા છે.

 

sussane


કંગના રનોટ સાથેની કન્ટ્રોવર્સીને લઈને હૃતિક રોશને હાલમાં પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે અને તે તેની એક્સ-વાઇફ સુઝૅન ખાનના કહેવાથી આપ્યું હોવાની ચર્ચા છે. હૃતિકે ઘણા સમયથી આ વિશે ચૂપકી સાધી હતી, પરંતુ તેણે તેની ફૅમિલીને કારણે ચૂપકી તોડી છે. હૃતિકના વકીલે તેને ચૂપ રહેવાની સલાહ આપી હતી. જોકે સુઝૅનનું માનવું છે કે હૃતિકે કોઈ ભૂલ ન કરી હોવાથી તેણે તેની ચૂપકી તોડવી જોઈએ. આ કન્ટ્રોવર્સીને લઈને હૃતિકનાં બાળકો રેહાન અને રિધાને પણ ઘણું સહન કરવું પડ્યું છે. એક સમય એવો આવ્યો હતો કે હૃતિકે તેનાં બાળકો સાથે બેસીને તેમને પૂછવું પડ્યું હતું કે તેમની સ્કૂલમાં આ વિશે તેમને કોઈ સવાલો કરવામાં નથી આવતા ને અથવા તો તેમના ફ્રેન્ડ દ્વારા ચીડવવામાં તો નથી આવતાને. કંગના અને તેની બહેન રંગોલીએ તમામ હદ પાર કરી દીધી હોવાથી સુઝૅને હૃતિકને તેની ચૂપકી તોડવા માટે મજબૂર કર્યો હોવાની ચર્ચા છે.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio