અમિતાભ વિષે કહેવાતું કે, આવો તે તાડ જેવો કંઈ હીરો હોય

અભિનેત્રી અરુણા ઈરાનીએ બિગ બિના બર્થ-ડે નિમિત્તે વાગોળ્યા સંભારણા

aruba irani

અરુણા ઈરાની (ઍક્ટ્રેસ)

આવું સ્ટેટમેન્ટ થતું હતું તેમના માટે.


સુપરસ્ટાર તો શું કોઈએ ધાર્યું પણ નહોતું કે અમિતાભ બચ્ચન નામનો આ લાંબો વાંસ જેવો માણસ સ્ટાર બનશે. બધા તેમના માટે પાછળથી આવું જ કહે, ‘આવો તે તાડ જેવો કંઈ હીરો હોય.’

પણ આવી કોઈ વાતથી તેમને ફરક નહોતો પડતો. તેઓ તો પોતાનું કામ કર્યા કરે. હું તેમની પહેલી હિરોઇન એવું કહું તો ચાલે. અગાઉ તેમણે ફિલ્મો કરી, પણ ‘બૉમ્બે ટુ ગોવા’ પહેલી એવી ફિલ્મ જેમાં તેઓ હીરો અને તેમની સામે હું હિરોઇન. આ ફિલ્મ માટે અમે બન્ને એન. સી. સિપ્પીની ઑફિસમાં મળ્યાં ત્યારે મેં તેમની ‘પરવાના’ જોઈ લીધી હતી, જેમાં તેઓ નેગેટિવ રોલમાં હતા અને નવીન નિશ્ચલ હીરો. ‘આનંદ’ પણ આવી ગઈ હતી, પણ એમાં રાજેશ ખન્ના લીડ રોલમાં અને અમિતાભ બચ્ચનની પોતાની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’માં તેમના ભાગમાં ખાસ કોઈ કામ જ નહોતું અને સાત બળવાખોરોની વાત એટલે બીજા છ પણ એમાં મહત્વનો રોલ કરતા હતા. આ રીતે ‘બૉમ્બે ટુ ગોવા’ તેમના માટે મોટી અને પહેલી લીડ રોલવાળી ફિલ્મ. અમે બન્ને પહેલી વાર મળ્યાં ત્યારે તેમણે મારા માટે શું વિચાર્યું એ તો તેઓ જ જાણે, પણ મનેય પહેલી નજરે તો એવું જ લાગ્યું હતું કે આટલો તાડ જેવો લાંબો હીરો હોતો હશે?

અમારા બન્નેની કરીઅર ઑલમોસ્ટ એ જ ટાઇમે શરૂ થતી હતી. બેમાંથી કોઈની પાસે ખાસ અનુભવ નહીં. હું તો કૉમેડી રોલ પણ કરતી. તેમની પાસે તો એ એક્સ્પીરિયન્સ પણ નહીં એટલે એમ સેટ પર મારું વર્ચસ થોડું વધારે. જોકે જેવી ડાન્સની વાત આવે કે તરત જ અમને બન્નેને ડર લાગવા માંડે. તેઓ મને ઇશારાથી પૂછે કે હવે પછીનું સ્ટેપ કયું છે અને હું તેમને ઇશારાથી પૂછું કે પહેલું સ્ટેપ યાદ નથી, એ કેવી રીતે હતું?

ડાન્સ અમારા બન્નેની મજબૂરી અને એવું જ અમને બન્નેને ઍક્ટિંગ વખતે પણ બનતું. સાથે સીન લેવાના હોય ત્યારે હાઇટ નડે એટલે ‘બૉમ્બે ટુ ગોવા’ના ડિરેક્ટર એસ. રામનાથને રસ્તો કાઢ્યો હતો. અમે બન્ને એકબીજાને ઇક્વલ હોય એવો સીન હોય ત્યારે કાં તો મને સ્ટૂલ પર ચડાવીને રાખે અને જો ટૂંકો સીન હોય તો અમિતાભે ઘૂંટણથી વળીને એ સીન કરવાનો. આજે જ્યારે એ દિવસો યાદ આવે છે ત્યારે ખરેખર હસવું આવે છે અને સાથોસાથ એ પણ યાદ આવે છે કે લોકો તેમની હાઇટની હાંસી ઉડાડતા. એ સમયે ‘ચાર મિનાર’ નામની સિગારેટ આવતી હતી. લોકો અમિતાભને જોઈને મજાકમાં કહેતા કે ચાર મિનાર આ ગયા.

અમિતાભ બચ્ચનની કેટલીક ખાસ વાતમાંની એક વાત એ કે મેં તેમને ક્યારેય લેડી સાથે કે પોતાની ઍક્ટ્રેસ સાથે ભળતા જોયા નથી. તેઓ પોતાના કામથી જ કામ રાખે અને એ જ રીતે કામ પૂરું કરીને નીકળી જાય. તમે પોતે જોશો તો એ દેખાશે કે તેઓ ક્યારેય કોઈ હિરોઇન કે મહિલા સાથે ખૂલીને હસીમજાક કરતા જોવા નહીં મળે. ‘બૉમ્બે ટુ ગોવા’ સાથે કર્યા પછી તો અમે ‘બેમિસાલ’, ‘મિલી’, ‘રોટી કપડા ઔર મકાન’ જેવી ઘણી ફિલ્મો કરી; પણ તેમનો આ સ્વભાવ મને હંમેશાં દેખાતો રહ્યો છે. ક્યારેય અમુક મર્યાદાઓને તેઓ ઓળંગે જ નહીં. એને લીધે થતું એવું કે તેમના માટે બધાનું માન ખાસ રીતે વધતું જતું. પ્રોડ્યુસરથી માંડીને ડિરેક્ટર સુધ્ધાંને તેમના માટે ખૂબ માન રહે. મને યાદ છે કે હૃષીકેશ મુખરજી તો કહેતા પણ ખરા કે અમિતાભ જેવો ભાઈ પણ ગમે અને તેના જેવો દીકરો પણ બધાને બહુ ગમે. આ વાત આજે પણ એટલી જ સાચી લાગે તમને. તેમના જેવા દાદા પણ બધાને ગમે અને તેમના જેવા સસરા પણ બધાને ગમે. ફાધર પણ ગમે અને તેમના જેવા બૉયફ્રેન્ડ, આ ઉંમરે પણ, ગમે.

નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન વચ્ચે એક સામ્ય છે. આ બન્નેને તમે તુંકારે બોલાવો તો પણ તમારો તેમના પ્રત્યેનો રિસ્પેક્ટ અકબંધ રહે અને તમારા મનમાં જરાય અપમાનની લાગણી ન હોય. આવું બહુ ઓછા લોકો સાથે બનતું હોય છે. અમિતાભ બચ્ચન પાસેથી શીખવા જેવી કોઈ વાત હોય તો એ કે બધું પચાવી જાણો. તેમણે એ જ કર્યું છે. સક્સેસ, નિષ્ફળતા, પૈસો અને બધેબધું અને એ પછી પણ તમને તેમના હાવભાવમાં કે બિહેવિયરમાં ક્યાંય જોવા મળે નહીં.

Add comment


Security code
Refresh

Joomla SEF URLs by Artio